- કોસ્ટગાર્ડે બે પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે.
- બોટ સાથે 18 માછીમારોને પણ હતા
- તપાસ માટે બોટ અને માછીમારોને ઓખા ખાતે લઇ જવામાં આવ્યા
દેવભૂમિ-દ્વારકા: ભારતની જળ સીમા(India's water border bot ) 12 નોટિકલ માઈલ લંબાઈ ધરાવે છે. આ જળ સીમામાં જો કોઈ બોટ પરમિશન વગર આવે તો તેને ગેરકાયદેસરની ઘુસણખોરી કહેવાય છે. ત્યારે આજ રોજ 2 પાકિસ્તાની બોટ ભારતની જળ સીમામાં ઘુસી(capture bot in Pakistani) આવી હતી. આ બોટ સાથે 18 માછીમારોને પકડી લેવામાં આવ્યા છે.
વધુ તપાસ માટે ઓખા ખાતે લઇ જવામાં આવ્યા
ભારતીય જળસીમામાં(indian water border) ઘૂસી આવેલ બોટને ઝડપી લેવામાં આવી છે. અને તેમાં રહેલા તમામ 18 માછીમારોને પણ પકડી લેવામાં આવ્યા છે. જે વધુ તપાસ માટે બોટ(Pakistani bot in capture) અને માછીમારોને દ્વારકાના ઓખા ખાતે લઇ જવામાં આવ્યા છે આ તમામ માછીમારોને(fishing boat in gujarat) સઘન પૂછપરછ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ઘરવાપસી: ભારતીય માછીમારો પાકિસ્તાનથી અટારી- વાઘા થઈને પરત ફર્યા
આ પણ વાંચોઃ પાકિસ્તાની મરીને ગુજરાતના દરિયાકાંઠે બોટ પર કર્યું ફાયરિંગ, ખલાસીનું થયું મૃત્યુ