દેવભુમિ દ્વારકાઃ કોરોના વાઇરસના કહેરના કારણે ભવિષ્યમાં કોઇ દર્દીને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જો લોહીની જરૂર પડે તો તરત મદદ કરી શકાય તે માટે દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એસ.આર.પી. તથા હોમ ગાર્ડના જવાનો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દ્વારકા પોલીસ સ્ટેશન સ્ટાફ, એસ.આર.પી.હોમ ગાર્ડ અને પાંચ મહિલા સહિત કુલ 117 લોકોએ પોતાના અમૂલ્ય બ્લડનું દાન કર્યું હતું. લોકડાઉનની સ્થિતિમાં લોકો પોતાની શક્તિ પ્રમાણે દાન કરી રહ્યાં છે. ત્યારે દ્વારકમાં પોલીસ સહિત 117 લોકો રક્તદાન કર્યુ હતું.