દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુરમાં જન્મેલા જેસા મૂરુભાઈ લગારીયા કલ્યાણપુરની આર્ટસ કોલેજમાં અભ્યાસની સાથે સાથે કંઈક નવું કરવાની ઈચ્છા સાથે પોતાની આજુબાજુમાં નજર કરતાં સ્કૂટર ,મોટર અને ટ્રકમાંથી ઉપયોગમાં લેવાયેલા જૂના ઓઈલ, જેને બળેલું ઓઇલ પણ કહીએ છીએ, તેનાથી અને માત્ર પોતાની આંગળીના ટેરવેથી અનેક મહાનુભાવોના સ્કેચ પેપર કંડારીને પોતાની વિશેષ કળાનો પરિચય આપી રહ્યો છે.
વાહનોના બળેલાં ઓઈલનો આવો ઉપયોગ! આંગળીએ લઇ મહાનુભાવોને કાગળ ઉપર કંડારતો દેવભૂમિ દ્વારકાનો યુવાન સામાન્ય ખેડૂત પરિવારના દીકરા જેસાએ વપરાયેલા ઓઈલ અને આંગળીના ટેરવેથી " આહીર દેવાયત બાપુ બોદર" , "ભગવાન શ્રીકૃષ્ણ". " ભારતીય આર્મીના જવાનો " , મહારાણા પ્રતાપ , શિવાજી મહારાજ , અમિતાભ બચ્ચન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ખૂબ જ સુંદર તસવીરો બનાવી છે.
વાહનોના બળેલાં ઓઈલનો આવો ઉપયોગ! આંગળીએ લઇ મહાનુભાવોને કાગળ ઉપર કંડારતો દેવભૂમિ દ્વારકાનો યુવાન કલ્યાણપુરના આહીર યુવાને હાલમાં ચાલતી કોરોના મહામારીને કારણે અનેક લોકો ધંધારોજગારથી પણ વંચિત થયા છે, ત્યારે આંગળીના ટેરવે વિકસાવેલી આ ટેકનીક ભવિષ્યમાં આત્મનિર્ભર બનવાનું પહેલું પગથિયું બની શકે તેવું સૂચવી જાય છે.
વાહનોના બળેલાં ઓઈલનો આવો ઉપયોગ! આંગળીએ લઇ મહાનુભાવોને કાગળ ઉપર કંડારતો દેવભૂમિ દ્વારકાનો યુવાન લાખો રૂપિયા ખર્ચીને પણ બનાવવામાં આવેલી પેન્ટિંગ કરતાં માત્ર સામાન્ય કાગળ ઉપર આંગળીના ટેરવે જૂના વાહનોમાંથી કાઢી નાખવામાં આવેલ ઓઈલની મદદથી બનાવેલા પેઇન્ટિંગ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક યુવાનો માટે પ્રેરણાદાયક છે.
વાહનોના બળેલાં ઓઈલનો આવો ઉપયોગ! આંગળીએ લઇ મહાનુભાવોને કાગળ ઉપર કંડારતો દેવભૂમિ દ્વારકાનો યુવાન ETVBharat સાથેની "E" મુલાકાતમાં આહીર યુવાને ઇટીવી ભારતનો પણ આભાર માન્યો હતો. દેવભૂમિ દ્વારકાથી રજનીકાંત જોષીનો વિશેષ અહેવાલ