અમરેલી: રાજ્ય સરકાર દ્વારા વિકાસ હરણફાળ ભરતી હોય તેવી વાતો જોરશોરથી થઈ રહી છે. પણ વાસ્તવમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકના ગ્રામીણ ગામડાઓના રોડ રસ્તાઓ જોતાં કઈક આખી અલગ હોય તેમ જણાઈ રહ્યું છે. અહીં રસ્તાઓના કામકાજ માટે સરકારમાંથી મંજૂરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી કામો શરૂ થયા નથી.
મળતી માહિતી અનુસાર જણાવ મળ્યું કે, પરિણામે ગામડાઓના સ્થાનિકોને પડતી યાતનાઓ સામે કોંગ્રેસ દ્વારા નવતર વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારને જગાડવા બિસ્માર માર્ગ પર ભગવાનને આરતી પ્રાર્થના સાથે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, સત્ય નારાયણ ભગવાનની કથા સાથે કોંગ્રેસે વિરોધ પ્રદશન કર્યું હતું.
અમરેલીના સાવરકુંડલાના પિયાવાથી ધાર જતો માર્ગ: સાવરકુંડલા પંથકના ગ્રામીણ માર્ગોને લઈને સાવરકુંડલાના ધારથી પિયાવા માર્ગ અતિ બિસ્માર હોવાથી કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. આ માર્ગ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મંજૂર કરાવ્યો હતો તેમજ તેનો જોબ નંબર પણ આવી ગયો હોવા છતાં, આજે ભાજપના ધારાસભ્ય ચુંટાઈ આવ્યાને બે વર્ષ થઈ ગયા હોવા છતાં આ ગ્રામીણ ગામડાઓના રોડ રસ્તાઓના કામો કરવામાં શરૂ આવી રહ્યા નથી.
આજે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ધારથી પિયાવા માર્ગ પર બેસીને રામધૂન બોલાવી હતી. તેમણે માર્ગ પર બેસીને ભગવાનની આરતી કરી તંત્રને જગાડવાનો નવતર પ્રયાસ પ્રતાપ દૂધાત સાથે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક ગામડાઓના ખેડૂતોએ કર્યો હતો. સાથે સાથે આ માર્ગ પર અકસ્માતનો ભોગ બનેલા ખેડૂતો માટે બાજુમાં આવેલા મંદિરે ભગવાન સત્ય નારાયણની કથા કરી હતી. આમ, ગામના લોકોએ વ્યથિત થઈને પોતાની પીડાઓ મીડીયા સમક્ષ વર્ણવી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી આ રોડની હાલત અતિ ખરાબ હોવા છતાં સરકાર દ્વારા મંજૂર થયેલો રોડ બનતો નથી. અવારનવાર અકસ્માતનો ભોગ ગ્રામીણ ગામડાઓના ખેડૂતો બની રહ્યા હોવાથી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેમણે સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે, એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે પણ ગ્રામીણ ગામડાઓના માર્ગોની હાલત અતિ દયનીય બની છે. રદ બનાવવા માટેના જોબ નંબર આવી ગયેલ હોવા છતાં આ માર્ગો બનતા નથી. પરિણામે સ્થાનકો સાથે મળીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: