દેવભૂમી દ્વારકાઃ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના બે માસ બાદ લોકોને પોતાના આરોગ્ય અંગે ઘણી બધી માનસિકતામાં બદલાવ જોવા મળ્યો. લોકડાઉનના બે માસ દરમિયાન લોકો સામાન્ય રોગોમાં પણ હોસ્પિટલે જવા માટે ટાળે છે અને બહારનું જમવાનું બંધ હોવાથી આરોગ્યને પણ ફાયદો થયો હોવાનું દ્વારકાના ડોક્ટરનું કહેવું છે. લોકો પોતાના પરિવાર સાથે રહેવાથી માનસિકતામાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો.
દ્વારકાની સરકારી હોસ્પિટલમાં 80 ટકાથી પણ ઓછી ઓ.પી.ડી. જોવા મળી રહી છે. ગંભીર બીમારી થાય તો જ હોસ્પિટલે આવે છે. જ્યારે સામાન્ય તાવ, શરદી અને ઉધરસના કેસમાં અચાનક ઘટાડો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં શુદ્ધતા આવવાથી અમુક રોગના કેસ નહિવત છે.