દેવભૂમિ દ્વારકાઃ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં છેલ્લા દોઢ માસથી કોરોના વાઈરસના કહેર વચ્ચે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળે છે, ત્યારે ભારતની સીમાઓ પાર કરી પશ્ચિમ બંગાળથી થઈને ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા દેવભૂમિ દ્વારકા સુધી બાંગ્લાદેશી યુવાન પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામના રેલવે ટ્રેક ઉપર શંકાસ્પદ રીતે ફરતો યુવાન ને જોઈને પોલીસે પૂછતાછ કરતા તે મૂળ બાંગ્લાદેશથી અહીં પહોંચ્યો હતો.છેલ્લા 75 દિવસ અહીં આમ-તેમ ભટકતો હતો. જુદીજુદી જગ્યાએ ચાની હોટલોમાં પણ કામ કરતો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તે જાતે બાંગ્લાદેશી મુસ્લિમ છે અને તેનું નામ છે શાહજહાં મિયા ઉસે મહંમદ સમ્રાટ સન ઓફ અબદુલ મજીદ,યુવાનની ઉમર 25 વર્ષ છે.
કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા ફોરેનર 14(A) આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીના કોરોના વાઈરસના પણ મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે.