- જલારામ બાપાની 140મી પુણ્યતિથીની કરાઈ ઉજવણી
- ખંભાળિયામાં લોહાણા સમાજ દ્વારા કરવામાં આવ્યું આયોજન
- કોરોનાને કારણે સ્થળ પર મહાપ્રસાદીનું આયોજન રદ્દ કરાયું
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે જલારામ બાપાની 140મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અંદાજિત 4 હજાર જેટલા લોકો મહાપ્રસાદ લેવા આવતા હોય છે. સામાન્ય સંજોગોમાં પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને સમૂહ પ્રસાદી લેતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે ખંભાળિયા ખાતે લોહાણા સમાજ દ્વારા ખાસ આયોજન કરાયું હતું.
કોરોનાને કારણે રાખવામાં આવી હતી ખાસ તકેદારી
બહોળી સંખ્યામાં લોકો એકઠા ન થાય, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેમજ જલારામ બાપાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદીનું આયોજન થાય અને લોકો સુધી જલારામ બાપાનો પ્રસાદ પણ પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં લોકોને સ્થળ પર જ સામૂહિક રીતે પ્રસાદી ન આપીને પાર્સલ કરી આપવામાં આવ્યું હતું.