ETV Bharat / state

સુરતમાં વોર્ડબોય તરીકે કામ કરનાર યુવકનો રીપોર્ટ કોરોના પોઝિટિવ

સુરતની લોખાત હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ભીસ્યા ગામના યુવકનો સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે ડાંગ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને ભીસ્યા ગામે પહોંચી આ યુવક લોકડાઉન પહેલા કે તે પછી ગામમાં આવ્યો હતો કે નહી તેની તપાસ કરી હતી.

author img

By

Published : Apr 11, 2020, 9:37 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

યુવકનો રિપોર્રટ આવ્યો  કોરોના પોઝિટિવ
યુવકનો રિપોર્રટ આવ્યો કોરોના પોઝિટિવ

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ રોજેરોજ ગુજરાતમાં વધી રહ્યા છે. ત્યારે કોરોનાની ચેઈનને તોડવા માટે લોકડાઉન એ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાની વાત કરીએ તો હાલ સુધી જિલ્લામાં વહીવટી તંત્ર સજાગ હોવાના પગલે કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેવામાં ગતરોજ સુરત ખાતે નોકરી કરતા ડાંગના યુવકનો સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સુરતના લોખાત હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો યુવા લોખાત હોસ્પિટલમાં જ કામ કરતો કોરોના પોઝિટિવ ડ્રાઈવરના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ યુવકનો પણ સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં નોકરી કરતો કોરોના પોઝિટિવ ડાંગનો આ યુવક લોકડાઉન પહેલા કે પછી ડાંગ જિલ્લામાં આવ્યો હતો કે નહી તે બાબતની પૃષ્ટિ કરવા શનિવારે ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ સંજયભાઈ શાહ અને તબીબોની ટીમ ભીસ્યા ગામ ખાતે દોડી ગઈ હતી.

આરોગ્યની ટીમે ભીસ્યા ગામે જઇ યુવકના પરીવારની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ યુવક લોકડાઉન પહેલા 18 મી માર્ચે ઘરે આવ્યો હતો અને પરત સુરત ગયો હતો. અહીં ડાંગ આરોગ્ય ટીમે આ કોરોના પોઝિટિવ યુવકના પરીવારની આરોગ્ય તપાસણી કરતા તેઓમાં કોરોના સંક્રમણના કોઈ લક્ષણો ન જણાતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

આ બાબતે ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ સંજય શાહે જણાવ્યું હતું કે, સુરતની લોખાત હોસ્પિટલમાં નોકરી કરતો કોરોના પોઝિટિવ ડાંગનો યુવક 18મી માર્ચે તેના વતન ભીસ્યા ગામે આવ્યો હતો,અને પરત સુરત જતો રહ્યો હતો. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, યુવક સુરતમાં જ સંક્રમિત થયો છે, કારણ કે ડાંગમાંથી આ યુવકને પરત સુરત ફર્યા 22 દિવસ વીતી ગયા છે તથા બાદમાં આ યુવક ડાંગમાં આવ્યો નથી અને આ યુવકનો ચેપ કદાચ તેના પરિવારના સભ્યોમાં સંક્રમિત થયો હોત તો આજદીન સુધીમાં તેના પરીવારના કોઈ ને કોઈ સભ્યો સસ્પેકટેડ આવ્યા હોત.જેથી આ યુવકના પરીવારના સભ્યોને કોરોનાનો ચેપ છે તે પ્રશ્ન ઉદ્દભવતો નથી.

તેમણે વધુમાં કહ્યું કે, શનિવારે મેં જાતે આરોગ્ય ટીમ સાથે ભીસ્યા ગામે જઈ આ યુવકના પરીવારની મુલાકાત લીધી હતી અને તમામની આરોગ્ય તપાસણી કરાઇ હતી. ત્યારે તપાસમાં સામે આવ્યું હતું કે યુવકના પરીવારને કોરોનાનો કોઈ લક્ષણો નથી.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.