ETV Bharat / state

ગણેશ જાડેજાને જામીન મળ્યા, ગોંડલમાં દિવાળી જેવો માહોલ - Ganesh Jadeja bail - GANESH JADEJA BAIL

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળતા સાંજે પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. જાણો વિગતો આ અહેવાલમાં...

ગણેશ જાડેજાને જામીન મળ્યા
ગણેશ જાડેજાને જામીન મળ્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2024, 2:30 PM IST

રાજકોટ : ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળતા પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. ગોંડલમાં આશાપુરા રોડ પર આવેલા ગીતા પેલેસ ખાતે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, સભ્યો અને શહેરીજનો ઉમટી પડ્યા હતા. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ દીકરાની આરતી ઉતારી સ્વાગત કર્યું હતું.

ગણેશ જાડેજાને જામીન મળ્યા : જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને ગોંડલની જનતા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે. ગણેશ કે જેઓ વિવાદાસ્પદ કોર્ટ કેસમાં સંડોવાયેલા હતા, જેને નામદાર કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. એ બદલ ગોંડલની જનતા ખૂબ આનંદિત છે, આખરે સત્ય એ સત્ય હોય છે. આગામી દિવસોમાં સંવિધાનને અનુસરી આગળની કોર્ટની પ્રોસેસ કરવામાં આવશે.

ગણેશ જાડેજાને જામીન મળ્યા, ગોંડલમાં દિવાળી જેવો માહોલ (ETV Bharat Gujarat)

ગોંડલ નાગરિક બેંકના વાઇસ-ચેરમેન : ગણેશ જાડેજાએ જૂનાગઢ જેલથી રવાના થયા બાદ પડવલા ખાતે આશાપુરા માતાના દર્શન કર્યા પછી ગોંડલ આવી પહોંચ્યા હતા. ગણેશ જાડેજાનું ઢોલ નગારાં, ફૂલ-હાર અને ફટાકડાની આતશબાજી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે ગણેશ જાડેજાનો સહકારી જગતમાં પણ પ્રવેશ થયો છે. તેઓ ગોંડલ નાગરિક બેંકના વાઇસ-ચેરમેન બન્યા છે, બીજી બાજુ જામીન મળતા ગોંડલમાં ખુશીનો માહોલ છે.

શું હતો મામલો ? નોંધનીય છે કે, જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી ગોંડલમાં ગોંધી રાખી ઢોર માર મારવાના કેસમાં ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે અપહરણ, કાવતરું તથા એટ્રોસિટી એક્ટ સહિતની કલમ લગાડવામાં આવી હતી. નીચલી કોર્ટે ગણેશ જાડેજાની જામીન અરજી નામંજૂર કર્યા બાદ તેણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ગઈકાલે હાઈકોર્ટ દ્વારા ગણેશને શરતી જામીન આપવામાં આવ્યા હતા.

  1. દલિત યુવક અપહરણ કેસમાં જયરાજસિંહ જાડેજાને આરોપી બનાવવા કરી અરજી
  2. ગણેશ જાડેજાના રિમાન્ડ અને જામીન માટે પડી તારીખ, જાણો સમગ્ર ઘટનાક્રમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.