ETV Bharat / bharat

રાહુલ ગાંધીને સમન્સ મળ્યું, જાણો સાવરકર માનહાનિ કેસનો સમગ્ર મામલો... - Savarkar defamation case - SAVARKAR DEFAMATION CASE

બ્રિટનમાં વીડી સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ છૂટ્યું છે. વિનાયક દામોદર સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી વિરુદ્ધ  માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

રાહુલ ગાંધીને સમન્સ મળ્યું
રાહુલ ગાંધીને સમન્સ મળ્યું (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2024, 1:09 PM IST

પુણે : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જારી થયા છે. પુણેની એક કોર્ટે રાહુલ ગાંધીને સ્વર્ગસ્થ વિનાયક દામોદર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં 23 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સંગ્રામ કોલ્હટકરના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં આરોપ છે કે રાહુલ ગાંધીએ ગયા વર્ષે બ્રિટનની તેમની મુલાકાત દરમિયાન હિન્દુત્વ વિચારધારક સાવરકર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી.

રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ : રાહુલ ગાંધીના નિવેદન પછી એપ્રિલ 2023 માં વિનાયક સાવરકરના એક ભાઈના પૌત્ર સત્યકી સાવરકરે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણી અંગે પુણેના મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. રાહુલ ગાંધીએ આ ટિપ્પણીઓ 5 માર્ચ, 2023 ના રોજ લંડનમાં એક મીટિંગ દરમિયાન કરી હતી. ફરિયાદ અનુસાર રાહુલ ગાંધીએ જાણીજોઈને સાવરકરની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે તેમના પર ખોટા આરોપ લગાવ્યા હતા. જેના કારણે તેમને અને તેમના પરિવારને માનસિક પરેશાની થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં કોર્ટે પુણે પોલીસને CRPC કલમ 202 હેઠળ માનહાનિ ​​ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સાવરકર માનહાનિ કેસ : આ પહેલા ગુરુવારના રોજ સાવરકરના પૌત્ર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવના વીર સાવરકરની વિચારધારા પરના નિવેદન અને ચિતપાવન બ્રાહ્મણ હોવા છતાં 'ગૌ માંસ ખાવા' ના દાવા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે, સાવરકરને બદનામ કરવી એ કોંગ્રેસની રણનીતિ છે, ખાસ કરીને જ્યારે ચૂંટણી નજીક હોય. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે હિન્દુ સમાજને વિવિધ જાતિઓમાં વહેંચવા માંગે છે અને આ અંગ્રેજોની 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ હતી. વીર સાવરકરના સામેના દાવા ખોટા છે અને ગુંડુ રાવના નિવેદન બદલ તેમના સામે માનહાનીનો કેસ પણ દાખલ કરશે.

  1. રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈને માંડવીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન
  2. રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન સામે અમદાવાદમાં ભાજપના ધરણાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.