ETV Bharat / state

વિશ્વ આરોગ્ય દિવસ: આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવે 7 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

ડાંગ જિલ્લાનાં આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્યની દિશા અને દશા કે જ્યાં આરોગ્ય બાબતે યોગ્ય સારવાર ન મળવાનાં કારણે ઘરનાં જવાબદાર વ્યક્તિનું નિધન થતાં પરિવારની દશા અને દિશા નક્કી થતી હોય છે. એવી જ એક ઘટનાં બોંડારમાળ ગામની છે કે જ્યાં મુખ્ય વ્યક્તિનાં નિધન બાદ પરિવારની પરિસ્થિતિ શું છે. તેમજ ઘરનાં ગુજરાન માટે પરિવાર ને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વિશ્વ આરોગ્ય દિવસ: આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવે 7 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
વિશ્વ આરોગ્ય દિવસ: આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવે 7 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
author img

By

Published : Apr 7, 2021, 10:34 AM IST

  • ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં લોકોને સારવાર ન મળતાં મોત
  • અકાળે કોઈપણ વ્યક્તિનું મોત થતાં તેઓનાં પરિવારને ભોગ બનવું પડે છે
  • મજૂરી કામ કરીને પત્ની પોતાના 7 બાળકોનું ભરણપોષણ કરી રહી છે

ડાંગ: ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સ્વાસ્થ્ય અંગે લોકોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં અનેક હોસ્પિટલો આવેલી છે. પરંતુ, હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ન હોવાનાં કારણે અકાળે વ્યક્તિઓને તેનો ભોગ બનવો પડે છે. ડાંગ જિલ્લાનાં મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા બોંડારમાળ ગામે જ્યાં, હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાનાં કારણે ઘરનાં મુખ્ય વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જેના કારણે પત્ની ઉપર ઘરનો બોજો આવી પડ્યો છે. મજૂરી કામ કરીને પત્ની પોતાના 7 બાળકોનું ભરણપોષણ કરી રહ્યાં છે.

વિશ્વ આરોગ્ય દિવસ: આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવે 7 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

આ પણ વાંચો: બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર કરે છે: નીતિન પટેલ

હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં વ્યક્તિનું મોત

બોંડારમાળ ગામે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવનાર નારાયણ દેશમુખ જેઓને તાવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. જોકે, કોરોનાં મહામારીનાં દહેશત વચ્ચે લોકો સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યાં હતાં. પરંતુ, નારાયણભાઈની બીમારી ગંભીર બનતાં તેઓ અન્ય જિલ્લામાં વધુ સારવાર કરાવવા માટે ગયાં હતા. જ્યાં, ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવ્યાં બાદ તેઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા રસ્તામાં તેઓનું મોત થયું હતું.

ઘરનાં મુખ્ય વ્યક્તિનું નિધન થતાં પરિવારની જવાબદારી પત્નીનાં માથે

બોંડારમાળ ગામે બિમારીમાં નારાયણભાઈનું નિધન થતાં તેનાં પરિવારની જવાબદારી પત્નીનાં માથે આવી પડી હતી. તેમનાં 7 બાળકો છે. જેમાંથી કોઈક ભણતર તો કોઈક મજૂરી કામ કરે છે. જ્યારે, પત્ની ખેતરમાં મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત, તેઓ છૂટક મજૂરી કામે જઈને પોતાના બાળકોને ભણાવી રહ્યાં છે. નારાયણભાઈનાં પત્ની શકુંબેને ETV ભારતને જણાવ્યું હતું કે, તેઓ ફક્ત ચોમાસા આધારિત ખેતી ઉપર નિર્ભર છે. તેમજ પોતાના પતિ વગર તેઓને બાળકો સંભાળવામાં મુશ્કેલીઓ વર્તાઈ રહી છે. ખેતમજૂરી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

આ પણ વાંચો: વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે આરોગ્ય વિભાગ અંગદાન અભિયાનમાં 10 લાખ લોકોને સાંકળશે

હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં લોકોનું મોત

ડાંગ જિલ્લામાં 1 સિવિલ હોસ્પિટલ આવેલી છે. 3 CHC તેમજ 10 PHC હોસ્પિટલ આવેલી છે. પરંતુ, જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક અને રસ્તાઓની સમસ્યાઓનાં કારણે ઘણીવાર સગર્ભાવસ્થાની મહિલાઓ તેમજ સર્પદશનાં કારણે મૃત્યુનાં બનાવો બને છે. સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર તેમજ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનાં કારણે મૃત્યુનાં બનાવો વધતા જાય છે. આહવા સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંક ન હોવાનાં કારણે ઘણી વ્યક્તિઓના મોતનાં બનાવો બન્યાં હતાં. પરંતુ, લોકોની માંગને લઈને છેલ્લા 3 મહિનાથી આહવા સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના કારણે અમુક અંશે મૃત્યુઆંક અટકાવી શકાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.