ETV Bharat / state

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ગીરાધોધ રમણીય બન્યો - અંબિકા

હાલ ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે ડાંગના નદી-નાળા છલકાઈ જવા પામ્યા છે. ડાંગની જીવા દોરી સમી અંબિકા નદી પર આવેલો ગીરાધોધ ખાતે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

gira waterfall
gira waterfall
author img

By

Published : Aug 14, 2020, 5:50 PM IST

ડાંગઃ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતા ડાંગની ચારેય નદીઓ બે કાઠે વહી રહી છે. ડાંગમાં લાંબા અરસા બાદ વરસાદની રાહ જોઈ બેઠેલાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અંબિકા નદીના વહેણ તેજ બન્યાં હતાં. જેના કારણે વઘઇ નજીક આવેલો અંબિકા નદીનો ગીરાધોધ ખાતે કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

gira waterfall
ધોધમાર વરસાદ વરસતા અંબિકા નદીના વહેણ તેજ બન્યા

ગુજરાત રાજ્યમાં ચેરાપુજી ગણાતા ડાંગ જિલ્લામાં લાંબા અરસા બાદ વરસાદે દસ્તક દેતા ડાંગના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ગત ત્રણ ચાર દિવસથી ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ડાંગ જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણાં અને ગીરા નદીનાં વહેણ તેજ બન્યાં છે.

અંબિકા નદી પર આવેલો ગીરાધોધ રમણીય બન્યો

ડાંગમાં ક્યા કેટલો વરસાદ

  • આહવા - 60 MM
  • સુબિર - 71 MM
  • વઘઈ - 68 MM
  • સાપુતારા - 74 MM

આ સાથે જ મધ્યમ સ્વરૂપેનો અવિરતપણે વરસાદ ચાલુ રહેતા નાના જળધોધ પણ સક્રિય બન્યા છે. સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અંબિકા નદીના વહેણ તેજ બન્યા હતા. જેના લીધે અંબિકા નદી પર આવેલો ગીરાધોધ રમણીય બન્યો છે.

ગત જુલાઈ મહિના બાદ ઓગસ્ટ મહિનામાં ગીરાધોધના દ્રશ્યો મનમોહક બન્યા છે. ગીરાધોધ જોવા માટે ચોમાસામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે, પરંતુ હાલ કોરોનાં વાઇરસના સંક્રમણને કારણે ડાંગ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર સ્થળોની મુલાકાત પર પ્રતિબંધ મુક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.