ETV Bharat / state

ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ

કોરોનાની બીજી ઘાતક લહેરની ચેઈનને તોડવા માટે ડાંગનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિતનાં ગામડાઓના લોકોએ બહાર નિકળવાનું ટાળતા સમગ્ર વિસ્તારોમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ
ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ
author img

By

Published : Apr 22, 2021, 7:53 PM IST

  • ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
  • જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનને પ્રચંડ પ્રતિસાદ
  • જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે સન્નાટો

ડાંગ: સમગ્ર દેશ સહિત રાજ્યમાં નોવેલ કોરોના વાયરસની બીજી ઘાતકી લહેર લોકો ઉપર કહેર બનીને તૂટી પડી છે. દેશ સહિત રાજ્યમાં કોરોનાનો ઉછાળો નોંધાતા લોકો સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. રાજ્યનાં છેવાડે આવેલો ડાંગ જિલ્લો પ્રથમ તબક્કામાં કોરોના મુક્ત રહ્યો હતો, પરંતુ ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી ઘાતકી લહેરે માથું ઉચકતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.

વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પગલે મૃત્યુઆંક વધી રહ્યો છે. ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા માટે કલેક્ટર એન. કે. ડામોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે. પરંતુ આ સાંકળને તોડવી હોય તો જનજીવનનો પ્રતિસાદ પણ જરૂરી બન્યો છે. ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં રાજકીય આગેવાનો અને વેપારી એસોસિએશન દ્વારા 22થી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું.

સ્વૈચ્છિક લોકડાઉનને ડાંગમાં પ્રચંડ પ્રતિસાદ

આ સ્વૈચ્છિક લોકડાઉનના પગલે ગુરુવારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, વહીવટી મથક આહવા, સુબિર, વઘઇ, સાકરપાતળ, શામગહાન સહિત સમગ્ર ગામડાઓનું જનજીવન ઘરમાં જ પૂરાઈ રહેતા સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. ડાંગ જિલ્લાના ગામડાઓમાં ગુરુવારે સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા ગામડાઓ સહિત રાજ્યના ધોરીમાર્ગો પ્રથમ વખત ખાલીખમ બની સુમસામ ભાસી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લા પોલીસ વડા રવીરાજસિંહ જાડેજાએ પણ ડાંગવાસીઓને સ્વૈચ્છિક લોકડાઉનમાં કામ વગર બહાર ન નિકળવા અને આવશ્યક સેવા અથવા ઇમરજન્સીમાં માસ્ક ફરજીયાત પહેરીને બહાર નિકળવાની સાથે સાથે સાવચેતીનાં પગલા ભરવા અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.