આદિવાસી એકતા પરિષદ દ્વારા આયોજિત 27માં આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન તારીખ 13/14/15 જાન્યુઆરી 2020 સિડકો મૈદાન કોલગાંવ, પાલઘર - બોઈસર રોડ, પાલઘર (મહારાષ્ટ્ર) ખાતે યોજાવા જઈ રહ્યુ છે, ત્યારે આ મહાસંમેલનમાં મધ્ય પ્રદેશથી આદિવાસિયત બચાવો યાત્રા પાલઘર (મહારાષ્ટ્ર) જવા માટે નીકળી હતી. જેમનું વઘઇ તાલુકા આદિવાસી સમાજ દ્વારા વઘઇ બિરસામુંડા મેદાન ખાતે આદિવાસી સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.
મધ્યપ્રદેશના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આદિવાસી એકતા પરિષદ છેલ્લા 27 વર્ષોથી દેશ દુનિયામાં વૈચારિક આંદોલન ચલાવી રહ્યુ છે. જેમાં આદિવાસી એકતા, અસ્મિતા, આત્મ સન્માન, કલા, સંસ્કૃતિ, પરંપરા, ઈતિહાસ, સ્વાવલંબન, સહ અસ્તિત્વ, સહકાર્ય અને પ્રકૃતિ સુરક્ષા જેવા વિષયો પર વાતો કરી આદિવાસી સમાજની સંસ્કૃતિને ન ભુલવાનો અનુરોધ કર્યો હતો. જ્યારે આ યાત્રામાં જોડાયેલ મધ્ય પ્રદેશના આદિવાસી સમાજના આગેવાનોએ વઘઇ તાલુકા આદિવાસી સમાજ તથા સમાજના આગેવાન રિતેશ પટેલ, વિશ્રામભાઈ, ભગુભાઈ રાઉત તથા યુવાનો, વડીલોનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ આદિવાસી યાત્રામાં રાષ્ટ્રીય એકતા પરિષદના મહામંત્રી અશોકભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતાં.