- 9 કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા
- જિલ્લામાં કુલ 41 કોરોનાં પોઝિટિવ કેસો
- જિલ્લામાં આજે બુધવારે 3 પોઝિટિવ કેસો આવ્યાં સામે
- હાલ 41 એક્ટિવ કેસો છે
ડાંગઃ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર પાછલા એકાદ અઠવાડિયાની સરખામણીએ આજે બુધવારે ડાંગ જિલ્લામાં ફક્ત ત્રણ નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારની ઉચ્ચસ્તરીય સૂચના અને માર્ગદર્શન અનુસાર ડાંગ જિલ્લામા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલાને આધારે રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામા આવી છે.
જિલ્લામાં કુલ 41 કોરોનાં પોઝિટિવ કેસો
ડાંગ જિલ્લામા આજદિન સુધીની "કોરોના" ની સ્થિતિ જોઈએ તો અહીં કુલ 228 જેટલા કોરોના પોઝેટિવ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી આજની તારીખે જિલ્લામાં કુલ 41 એક્ટિવ કેસો છે. અત્યાર સુધી કુલ 185 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામા આવી છે. જ્યારે આ અગાઉ જિલ્લામાં બે દર્દીઓના મૃત્યુ નોંધાયા હાત.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ, એક્ટિવ કેસો 47
જિલ્લામાં 3 પોઝિટિવ કેસો સામે આવ્યાં
આરોગ્ય વિભાગ દ્વારા આજદિન સુધી કુલ 39,294 સેમ્પલો લેવામા આવ્યા છે. જે પૈકી 38,976 સેમ્પલનું પરિણામ નેગેટિવ આવ્યું છે. આજે બુધવારે લેવામાં આવેલા 90 સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. તા.6 એપ્રિલે લેવાયેલા 81 RTPCR સેમ્પલ પૈકી આજે બુધવારે 2 સેમ્પલનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. જ્યારે 7મી એપ્રિલે લેવાયેલા 224 એન્ટીજન ટેસ્ટ પૈકી 1 ટેસ્ટનું રિઝલ્ટ પોઝિટિવ રહ્યું છે. આ સાથે આજની તારીખ 7 એપ્રિલે જિલ્લામાં કુલ 617 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા છે. જ્યારે 6,794 વ્યક્તિઓના ક્વોરેન્ટાઇનનો સમય પૂર્ણ થયો છે.
આ પણ વાંચોઃ સાપુતારા કોરોના કાળમાં પ્રવાસીઓ વિના ખાલીખમ
જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર
સમગ્ર જિલ્લામા આજની તારીખ 7 એપ્રિલે આહવાના કન્ટેન્ટમેન્ટ ઝોન મિશનપાડા, ગાંધી કોલોની, પટેલપાડા, જવાહર કોલોની, ગાંધી કોલોની-1, સહયોગ સોસાયટી, વેરિયસ કોલોની, શિક્ષણ કોલોની, બંધારપાડા સહિત વઘઇ ખાતે પ્રમુખ સ્વામી સોસાયટી અને ભરવાડ ફળિયુ તથા ગ્રામ્ય વિસ્તારો એવા ધુડા, ચિરાપાડા, ખાતળ, સુબીર, જામલાપાડા જેવા ગામોમા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવામા આવેલી છે. જેમા ILI (0 case) અને SARI (0 Case) કોઈ કેસ મળ્યો નથી અને કોઈ સેમ્પલ લેવામા આવ્યા નથી. જિલ્લાના પ્રજાજનોને સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેતા બિનજરૂરી બહાર ન નીકળવા અને ફરજિયાત ફેસ માસ્કનો ઉપયોગ કરવાની અપીલ કરતા વારંવાર હાથ ધોવાનો પણ ડો.સંજય શાહે અનુરોધ કર્યો છે.