ETV Bharat / state

સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર ફળ ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

author img

By

Published : Sep 1, 2020, 7:58 PM IST

સાપુતારા માલેગામ ઘાટ માર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો તીવ્ર વળાંક વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. અવાર-નવાર આ વળાંકના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે મંગળવારે આ વળાંક પાસે દાડમ અને સંતરા ભરેલા ટ્રકનો અકસ્માત સર્જાયો છે. જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે.

ETV BHARAT
સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર ફળ ભરેલા ટ્રકનો અકસ્માત

ડાંગ:સાપુતારા માલેગામ ઘાટ માર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો તીવ્ર વળાંક વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. અવાર-નવાર આ વળાંકના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે મંગળવારે આ વળાંક પાસે દાડમ અને સંતરા ભરેલા ટ્રકનો અકસ્માત સર્જાયો છે. જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે.

ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ મંગળવારે મહારાષ્ટ્રના નાસિક તરફથી દાડમ અને સંતરાનો જથ્થો ભરી ટ્રક નંબર RJ-07-GB 4241 પંજાબ તરફ જઈ જઇ રહ્યો હતો. આ દરમિયાન માલેગામ ઘાટ માર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના યુટર્ન વળાંકમાં ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો. જેથી ટ્રકમાં ભરેલા દાડમ અને સંતરાને નુકસાન થયું હતું.

આ અકસ્માતાં ડ્રાઈવર મતબુલ મોલે ખાન ઈજાગ્રસ્ત થયો છે. જેથી તેને સારવાર અર્થે સાપુતારા પી.એચ.સી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ડાંગમાં થયેલા અકસ્માતોની વિગત

આ પણ વાંચોઃ ડાંગના શામગહાન ગામ નજીક 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગનાં શામગહાન ગામ નજીક 2 ટ્રકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોઃ આહવા નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા 2ના ઘટનાસ્થળ પર મોત

ડાંગ જિલ્લાનાં હિંદળા ગામનાં બાઇક સવાર સગા ભાઈઓ ટ્રક ચાલકની બેદરકારીનાં પગલે મોતને ભેટ્યા હતા. જ્યારે તેની એક બહેનને ગંભીર ઇજાઓ થતા તેને હૉસ્પિટલમાં 108 મારફતે દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સાપુતારા ઘાટમાર્ગમાં ટ્રકની બ્રેક ફેલ થતાં ગંભીર અકસ્માત

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં માલવાહક ટ્રકની બ્રેક ફેલ થઇ જતા ટ્રક સાઈડની દીવાલ સાથે અથડાયો હતો. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોઃ ડાંગના શિવારીમાળના ઘાટમાર્ગમાં ટમેટા ભરેલા ટ્રક પલટી

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી-શિવારીમાળ ગામ વચ્ચે ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચોઃ સાપુતારા-વઘઇ આંતરરાજ્ય ધોરીમાર્ગ પર દ્રાક્ષ ભરેલો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ-ચીખલી નજીકનાં વળાંકમાં દ્રાક્ષનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી મારી જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોઃ સાપુતારા નજીક બસની બ્રેક ફેઈલ, 17 લોકોનો ચમત્કારીક બચાવ

સાપુતારા નજીક શિરડીથી અમરેલી જતી બસની બ્રેક ફેઈલ થતાં આગળ જતી ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં બસમાં સવાર 17 સાંઈ ભક્તોનો ચમત્કારીક બચાવ થયો છે.

આ પણ વાંચોઃ સુબીર તાલુકામાં જીપનો ગંભીર અકસ્માત, 2 મોત 16 ઈજાગ્રસ્ત

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં હારપાડા ગામ પાસે જીપ પલ્ટી ખાઈ જતાં ગંભીર અકક્માત સર્જાયો હતો. જેમાં 2ના મોત અને 16 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ઈમરજન્સી સેવા દ્વારા સિવિલ હૉસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંઘી આગળની તપાસ હાથ ઘરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.