ભારત સરકાર દ્વારા ફિટ ઇન્ડીયા મુવમેન્ટ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ડાંગ જિલ્લામાં આહવા,વઘઇ,સુબીર,સાપુતારા, શિવારીમાળ ખાતે ફિટ ઇન્ડીયા મૂવમેન્ટ અંતર્ગત વિવિધ રમતો જેવી કે સાઇકલ રેલી,દોડ,તીરંદાજી, ગોળા ફેંક, કબડી, ખો-ખો, વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.સવારે 8 થી 9 કલાકે શાળાઓના વિદ્યાર્થીઓએ રેલી દ્વારા ફિટ ઇન્ડીયા મુવમેન્ટનો મેસેજ આપ્યો હતો.જિલ્લા મથક આહવા ખાતે સવારે 9 થી 10 કલાક દરમિયાન સરકારી વિજ્ઞાન કોલેજ તેમજ વિનિયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ દોડમાં ભાગ લીધો હતો.
સરકારી માધ્યમિક શાળાના બાળકોએ ખો-ખો અને કબડી, તેમજ સાઈકલ રેલી યોજી હતી.જિલ્લા રમત-ગમત કચેરીના પટાંગણમાં નહેરુ યુવા કેન્દ્રના યુવાનોએ વોલીબોલની સ્પર્ધા યોજી હતી. ત્યારબાદ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તીરંદાજી, ગોળાફેંક, રસ્સા ખેંચ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં અધિકારી અને કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો
આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વઘઇ, તેમજ નવજ્યોત હાઈસ્કૂલ સુબીર ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓના અધ્યક્ષપદ હેઠળ ફિટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત સમગ્ર કાર્યક્રમો યોજાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણીયા, નિવાસી નાયબ કલેક્ટરશ્રી, ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.સી.ભૂસારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સેસ.એલ.પવાર, નાયબ પોલીસ અધિક્ષક, ડાંગ સ્વરાજ આશ્રમના ગાંડાભાઈ પટેલ, સિનિયર સીટીઝન સહિત શાળા પરિવાર તેમજ જિલ્લાની તમામ પ્રાથમિક/માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજના કુલ 59,195 વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.