- જિલ્લામાં વેપારીઓ નાની રકમ ન ચલાવે તો કાર્યવાહી કરાશે
- જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી કરવા આદેશ
- IPC કલમ 124-એ મુજબ કાર્યવાહી
- જિલ્લાની શ્રમિક પ્રજાને લઈ લેવાયો નિર્ણય
ડાંગ: રાજ્યના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ તથા શહેરોમા પણ કેટલાક વેપારીઓ, ધંધાદારીઓ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામા આવેલી નાની રકમની ચલણી નોટો, તથા સિક્કાઓ ન સ્વીકારી ગ્રાહકોને મૂંઝવણમા મૂકી દેતા હોય છે. તેવા વેપારીઓ સામે ડાંગ જિલ્લા પ્રશાસને લાલ આંખ કરી છે.
આ પણ વાંચો: વલસાડ પોલીસે 13 લાખ 80 હજારના ચલણી સિક્કા સાથે 2 ઈસમોને ઝડપ્યા
જિલ્લામાં વેપારીઓ સામે થશે કાર્યવાહી
ડાંગ કલેકટર ભાવિન પંડ્યાના જણાવ્યા અનુસાર, જો ભારતનો કોઈ પણ નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરવામા આવેલુ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે, તો તેવી વ્યક્તિ ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ 124-A (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી હાથ ધરી શકાય છે.
જિલ્લાની શ્રમિક પ્રજાને લઈ લેવાયો નિર્ણય
ડાંગ જિલ્લામા જ્યારે મોટાભાગની પ્રજા શ્રમિક વર્ગની છે. ત્યારે, તેમને નાની રકમની ચલણી નોટ કે ચલણી સિક્કા ન સ્વીકારીને કફોડી હાલતમા મુકતા દુકાનદારો, ધંધાર્થીઓ, વેપારીઓને આ બાબત સુનિશ્ચિત કરવાની તાકીદ કરવામા આવી છે.