ETV Bharat / state

ગિરિમથક સાપુતારા ખાતે જોવાલાયક સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા..

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે 7 મહિના લોકડાઉનમાં બંધ રહેલા ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5માં નૌકાવિહાર સહિત એડવેન્ચર પાર્ક ધીરે ધીરે ખુલતા આવનાર દિવસોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહેશે.

સાપુતારા
સાપુતારા
author img

By

Published : Sep 22, 2020, 7:02 AM IST

ડાંગ: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે 7 મહિના લોકડાઉનમાં બંધ રહેલા ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5માં નૌકાવિહાર સહિત એડવેન્ચર પાર્ક ધીરે ધીરે ખુલતા આવનાર દિવસોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહેશે.હાલમાં સરકારી ગાઈડલાઇન પ્રમાણે આ પ્રવાસન સ્થળોને ખુલ્લા મૂકવામાં આવ્યા છે.ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આજરોજથી જોવાલાયક સ્થળો ખોલી દેવામાં આવતા પ્રવાસીઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ વૈશ્વિક મહામારીનાં પગલે કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે માર્ચ મહિનાથી ગિરિમથક સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટિ સહિત જોવા લાયક સ્થળોએ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે સતત 7 મહિના સુધી ગિરિમથક સાપુતારામાં લોકડાઉન રહેતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો અને રોજગાર ધંધો પડી ભાંગ્યો હતો.

ચોમાસાની ઋતુ દરમિયાન સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ જોવા લાયક સ્થળોને બંધ કરી દીધા હતા. હાલ કોરોના કાળમાં ગરીબ આદિવાસીઓ સહિત હોટલ ઉદ્યોગને થઈ રહેલા નુકશાનને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પ્રવાસીઓનાં હિતને ધ્યાને રાખીને સાપુતારા ખાતે તબક્કાવાર જોવા લાયક સ્થળો સહિત એડવેન્ચર એક્ટિવિટીને કોવિડ 19ની ગાઈડલાઈનને અનુસરીને આજથી ખોલવાની પરવાનગી આપતા હવે રોજગાર ધંધાની ગાડી પાટા ઉપર આવશે.

સાપુતારા ગુજરાતનું પ્રવાસન સ્થળ હોવાથી અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન અહીં સરકાર તરફથી મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે કોરોનાની મહામારીનાં પગલે સાપુતારામાં ઉજવાતા તમામ ઉત્સવો ઉપર પ્રતિબંધ મુકાયો હતો. આજ રોજ સાપુતારાનું હાર્દ સમાન નૌકાવિહાર સાથે બાગ બગીચાને ખોલવાની પરવાનગી મળતા પ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ડાંગ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં કોરોનાને કારણે હજુ સુધી કોઈ મોત થયુ નથી. ડાંગમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 86 કેસો નોંધાયેલા છે.જેમાંથી 70 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ગયા છે. બીજી તરફ અત્યારસુધીમાં કોરોનાના કહેરથી બચી ગયેલા જિલ્લામાં પ્રવાસીઓને કારણે સંક્રમણ ન વધે તે માટે તંત્ર સઘન પગલાં ભરી રહ્યુ છે.આ માટે પ્રવાસીઓ માસ્ક સહિત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી સહકાર આપે છે કે કેમ તે જોવુ રહયુ..

ગિરિમથક સાપુતારા ખાતેનાં બોટીંગ સંચાલક ડૉ વિલાશભાઈ પાટીલ જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે અમોને નૌકાવિહાર ચાલુ કરવા માટેની ડાંગ વહીવટી તંત્ર તરફથી નીતિનિયમોનાં પાલન સાથે સૂચનાઓ મળેલી છે.જે અન્વયે અમોએ પ્રવાસીઓ માટે આજથી બોટીંગ ખુલ્લુ મુક્યું છે.

સાપુતારા નોટીફાઈડ કચેરીનાં ચીફ ઓફિસર ધવલભાઈ સંગાડા જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે અનલોક અંતર્ગત સરકારની ગાઈડલાઈન મુજબ ગિરિમથક સાપુતારા ખાતે અજ રોજથી બાગ બગીચા અને બોટીંગ સહિત એડવેન્ચર એક્ટિવિટિ ચાલુ કરવાની છૂટ આપી છે.બોટીંગ સહિત એડવેન્ચરનાં સંચાલકોને આ સ્થળોએ ભીડ એકત્રિત ન થાય તેમજ પ્રવાસીઓ ફરજિયાતપણે માસ્ક પહેરે,સેનેટાઇઝરનો ઉપયોગ કરે ,તથા થર્મલ સ્ક્રીનીંગ જેવા નિયમોના પાલન સાથે આંશિક છૂટછાટો આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.