ETV Bharat / state

સાપુતારા ઘાટમાર્ગમાં આઇસર ટેમ્પો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત

ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર સહિત ટેમ્પો ચાલક અને ક્લીનરને ગંભીર ઇજા પહોંચી હતી.

સાપુતારા ઘાટમાર્ગમાં આઇસર ટેમ્પો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત
સાપુતારા ઘાટમાર્ગમાં આઇસર ટેમ્પો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત
author img

By

Published : Aug 21, 2020, 6:48 PM IST

ડાંગઃ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં આઇસર ટેમ્પો અને પ્રવાસી કાર સામ સામે અથડાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, આ અકસ્માતના પગલે કાર સવાર સહિત ટેમ્પો ચાલક અને ક્લીનરને ગંભીર ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ પુણેથી મશીનરીનો જથ્થો ભરી અમદાવાદ જઈ રહેલા આયસર ટેમ્પો.નં JG 07 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટ માર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેથી પસાર થઈ રહ્યો હતો.

તે દરમિયાન એકાએક ટેમ્પોની બ્રેક ફેલ થતા ચાલકે સુરતથી સાપુતારા તરફ આવી રહેલા કાર.નં.GJ 05 J K 7120ને ધડાકાભેર અથડાવી દેતા ઘટના સ્થળે આઈસર ટેમ્પો માર્ગ સાઇડે પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અહી આઈસર ટેમ્પોની ટક્કરથી કાર ફંગોળાઈ માર્ગ સાઇડે અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા આઈસર ચાલક અને ક્લીનરને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.