ETV Bharat / state

ડાંગના આહવામાં કોરોના અંગે સરપંચ દ્વારા જાગૃતિ ફેલાવી સંક્રમણ અટકાવવાના પ્રયાસો કરાયા - વિશેષ અહેવાલ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા. આહવા જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અહીં લોકોની અવર-જવરના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય રહેલો હતો. ત્યારે આહવા ગામના વેપારી તથા સરપંચ દ્વારા તંત્ર જોડે મીટીંગ યોજી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડાંગના આહવામાં કોરોના અંગે સરપંચ દ્વારા જાગૃતિ ફેલાવી સંક્રમણ અટકાવવાના પ્રયાસો કરાયા

author img

By

Published : May 9, 2021, 12:56 PM IST

  • ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ
  • કોરોનાના સંક્રમણને અટકાવવા 3 અઠવાડિયાથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
  • કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા

ડાંગઃ આહવા ખાતે જિલ્લાની તમામ મુખ્ય ઓફિસો આવેલી છે તેમજ અહીં મોટી સંખ્યામાં બજારમાં લોકો ઉમટી પડતા હોય છે. અંતરિયાળ વિસ્તારના લોકોની અહીં અવર-જવર રહેતા આહવામાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય રહેલો છે. જેને લઈ ગામના સરપંચ તેમજ વેપારીઓ દ્વારા તંત્ર જોડે મીટીંગ યોજી લોકોને સ્વૈચ્છિક લોકડાઉનનો પાલન કરવા અનુરોધ કર્યો હતો. જેના પરિણામે આહવામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

સોમવારથી ગુરુવાર 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી

ડાંગના આહવામાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થતા આહવા ગામના સરપંચ સાથે આહવા અને વઘઇ વેપારી એસોસિએશનના વેપારીઓએ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે મળીને વહીવટી તંત્ર જોડે મીટીંગ યોજી હતી. જેમાં સોમવારથી ગુરુવાર 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી, ત્યારબાદ અન્ય દિવસોમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લામાં છેલ્લા 3 અઠવાડિયાથી 4 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

ડાંગના આહવામાં કોરોના અંગે સરપંચ દ્વારા જાગૃતિ ફેલાવી સંક્રમણ અટકાવવાના પ્રયાસો કરાયા

આહવામાં 3 આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા

કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા આહવામાં 3 આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. સેવાધામ, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તેમજ સમાજ કલ્યાણ સંચાલિત સરકારી હોસ્ટેલમાં આઇસોલેશન સેન્ટર બનાવ્યાં છે. જિલ્લાના કોરોનાના પોઝિટિવ દર્દીઓને આ સેન્ટરમાં રાખવામાં આવે છે. આહવા સરપંચ હરિરામ રતિલાલભાઈ સાવંત જણાવે છે કે, પહેલા કરતા હવે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે તેમજ હાલ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

કોરોના પોઝિટિવ આવતા દર્દીઓના ઘરને ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઈઝ કરવામાં આવે છે

કોરોનાની પ્રથમ લહેરમાં ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં સૌથી ઓછું હતું. સાથે મુત્યુનો એકપણ કેસ નોંધાયો ન હતો. પરંતુ કોરોનાની બીજી લહેર આવતા કોરોનાનું સંક્રમણ તેમજ મુત્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. આહવામાં કોરોના પોઝિટિવ આવતા દર્દીઓના ઘરને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સેનિટાઇઝ કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા આખા ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે કોઈ પણ કેસ સામે આવે છે, તે ઘર નજીકના વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે.

યુવાનોનું સેવધામ ગ્રુપ સ્વેચ્છાએ લોક સેવા કરી રહ્યું છે

આહવામાં આવેલું યુવાનોનું સેવધામ ગ્રુપ સ્વેચ્છાએ આગળ આવી લોક સેવા કરી રહ્યું છે. કોરોનાથી મુત્યુ પામતા કમનસીબ દર્દીઓના "કોરોના પ્રોટોકોલ" મુજબ સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કારની કપરી કામગીરી આ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કોરોનાના કેસો ઘટાડવા એક મહીનાથી છે લવારપુર ગામમાં લોકડાઉન

શરૂઆતમાં જંગલ ખાતામાંથી સ્વખર્ચે લાકડા લાવતા હતાં

આહવા સરપંચ હરિરામભાઈએ જણાવ્યું હતું કે, આ ગુપના સભ્યો દ્વારા કોરોનાથી મુત્યુ પામેલા લોકોને આહવા સિવિલ હોસ્પિટલમાંથી લાવી સ્મશાન ગૃહ સુધી પહોંચાડી સ્વખર્ચે અંતિમ ક્રિયાની વિધિ કરતા હતાં. જેનો તમામ ખર્ચ આ ગ્રુપ દ્વારા ઉપાડી લેવામાં આવતો હતો. શરૂઆતમાં જંગલ ખાતામાંથી સ્વખર્ચે લાકડા લાવતા હતાં. પરંતુ સરકારના પરિપત્ર બાદ તેઓને હવે મૃતદેહ માટે જંગલ ખાતામાંથી સહેલાઇથી લાકડા મળી રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.