ETV Bharat / state

પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં કોરોનાકાળને કારણે સન્નાટો - ગુજરાત ન્યૂઝ

કોરોનાકાળમાં પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો છે. છેલ્લા એક વર્ષથી ખોટ કરતા નાના મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર- ધંધા બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Saputara news
Saputara news
author img

By

Published : Apr 13, 2021, 9:58 AM IST

Updated : Apr 13, 2021, 1:11 PM IST

  • ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા
  • કોરોનાકાળમાં પ્રવાસીઓ વગર હવાખાવાનું સ્થળ સૂમસામ
  • સ્થાનિક લોકોના ધંધા રોજગાર થયા ઠપ

ડાંગ : કોરોનાની બીજી લહેર માનવ જીવન માટે ખુબજ ઘાતક સાબિત થઈ રહી છે. જેને જોતા ફરી એકવાર સ્વૈચ્છિક લોકડાઉન કરવાની ફરજ પડી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનને પગલે લોકો હવે જાગૃત બન્યા છે અને કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવા સમયે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં કોરોના કાળને કારણે સન્નાટો

આ પણ વાંચો : જિલ્લા કલેક્ટરે ભવનાથ અને અન્ય પર્યટન સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો

કોરોનાને કારણે સાપુતારાના તમામ પોઈન્ટ્સ ખાલીખમ

સાપુતારામાં જ્યાં દિવસ રાત પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. તેવા મહારાષ્ટ્રને અડીને આવેલી આ બોર્ડરવાળા સ્થળે છેલ્લા કેટલાક દિવસથી કાગડા ઉડી રહ્યા છે. બોટિંગ, પેરાગ્લાઇડિંગ અને અન્ય સ્થળો ખંડેર જેવા લાગી રહ્યા છે. તળાવમાં ઉભેલી નાવડીઓમાં કરોળિયાના જાળા લાગવા માંડ્યા છે. ચા- નાસ્તાની લારી ચાલવી રોજગારી મેળવતા લોકોનો દિવસ ગ્રાહકોની રાહ જોવામાં પૂરો થાય છે. જ્યાં પાર્કિંગ માટે જગ્યા મળતી ન હોય તેવા પાર્કિંગ સ્થળો રમતના મેદાન જેવા લાગે છે. લોકોની હસી મજાકથી ગુંજતા હોટલોના ડાઇનિંગ હોલમાં પિન- ડ્રોપ સાઈલન્સ જોવા મળે છે.

સાપુતારા
સાપુતારા

હોટેલોના માલિકોને હોટલ ઉદ્યોગમાં ટકી રહેવાની ચિંતા

છેલ્લા એક વર્ષથી કારોડો રૂપિયાની ખોટ ખાઈને બેઠેલા નાની મોટી હોટેલોના માલિકો હવે આ કોરોનાની બીજી લહેર આવતા હોટેલ ઉદ્યોગમાં કેવી રીતે ટકી રહેવુ તેની ચિંતામાં છે.

સાપુતારા
સાપુતારા

આ પણ વાંચો : કોરોના સંક્રમણને લીધે જૂનાગઢ પ્રવાસનને ફટકો, ગાઈડ સહિત નાના વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થયા

કોરોનાકાળને કારણે પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં સન્નાટો

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારાને વિકસાવવા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ પોઇન્ટ્સ બનાવ્યા છે. અહિયાં પ્રવાસીઓ આવે તેના માટે અનેક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું. જેના કારણે લોકોને રોજીરોટી પણ મળી છે. જોકે હાલ ચાલતા કોરોનાકાળને કારણે પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો છે.

Last Updated : Apr 13, 2021, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.