ETV Bharat / state

ડાંગમાં નવનિર્મિત Sakhi One Stop Centre ના ભવનનું લોકાર્પણ કરાયું

ડાંગમાં આહવાના નવનિર્મિત 'સખી : વન સ્ટોપ સેન્ટર' (Sakhi One Stop Centre) ભવનનું રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની સંવેદનશીલ સરકાર હમેશા પીડિત, શોષિત, અને જરૂરિયાતમંદોની પડખે રહી છે. મહિલાઓની વિવિધ સમસ્યાઓના સમાધાનનું સરનામુ એટલે 'સખી : વન સ્ટોપ સેન્ટર'.

Sakhi One Stop Centre
Sakhi One Stop Centre
author img

By

Published : Jun 14, 2021, 4:06 PM IST

  • આહવા ખાતે One Stop Centre નું રમણ પાટકરના હસ્તે લોકાર્પણ કરાયું
  • મહિલાઓની વિવિધ સમસ્યાઓનું સમાધાન નું સરનામું એટલે Sakhi One Stop Centre
  • ડાંગમાં 48.69 લાખના ખર્ચે તૈયાર કરાયું છે Sakhi One Stop Centre

ડાંગ : મહિલા સશક્તિકરણ (Women Empowerment) ના ભાગરૂપે મહિલાઓને સહાયરૂપ થવા માટે આહવા ખાતે સખી : વન સ્ટોપ સેન્ટર (Sakhi One Stop Centre) ના નવનિર્મિત ભવનને રાજ્યકક્ષના પ્રધાન રમણલાલ પાટકર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે આ સેન્ટરની સેવા, સુવિધા અને ફળશ્રુતિનો તાગ મેળવ્યો હતો. અહીં સેવારત કર્મયોગીઓને ખૂબ જ સંવેદનશીલતા સાથે માનવીય અભિગમ રાખી સેન્ટરની સેવાઓનો વ્યાપ વધારવાનુ પણ તેમણે આહ્વાન કર્યું હતું.

ભવનનું રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ઉદ્ધાટન કર્યું હતું.
ભવનનું રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ઉદ્ધાટન કર્યું હતું

Sakhi One Stop Centre મહિલાઓને મદદરૂપ

ભારત સરકાર પુરસ્કૃત અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં શરૂ કરાયેલા Sakhi One Stop Centre દ્વારા મહિલાઓને અનેકવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘર કુટુંબોમાં શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, કોઈ પણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, કે વૈવાહિક દરજ્જો, શિક્ષણ, કે ઉંમરના ભેદભાવ વિના આ સેન્ટરની સેવાઓ લઈ શકે છે. અહીં તજજ્ઞ કાઉન્સેલરો દ્વારા પીડિત મહિલાઓને સામાજિક પરામર્શ સાધી તબીબી, પોલીસ, કે કાયદાકીય સહાય પુરી પાડવામા આવે છે. જરૂર પડ્યે પીડિતાઓને આશ્રયની સુવિધાઓ પણ આપવામાં આવે છે. અહીંયા શારીરિક હિંસા, જાતીય હિંસા, ઘરેલુ હિંસા, માનસિક હિંસા, ભાવનાત્મક હિંસા, મહિલાઓનો અનૈતિક વેપાર, એસિડ એટેક જેવા કેસોનો ભોગ બનેલી મહિલાઓને 'સખી' નો સાથ મળી શકે છે.

આહવાના Sakhi One Stop Centre દ્વારા 120 કેસનું નિરાકરણ કરાયું

Sakhi One Stop Centre દ્વારા ઇમરજન્સી રેસ્ક્યૂ સર્વિસ, માનસિક-સામાજિક સમર્થન અને પરામર્શ, ટ્રાન્સપોર્ટની સુવિધા, જરૂર પડ્યે દુભાષીયાની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ડાંગ જિલ્લામાં 'સખી' ની સેવાઓ શરૂ થવાને લગભગ 2 વર્ષનો સમય થઇ રહ્યો છે. ત્યારે આજદિન સુધી આ સેન્ટર દ્વારા 45 પીડિતાઓને આશ્રય આપવા સાથે 18 જરૂરિયાતમંદ મહિલાઓને તબીબી સારવાર અને 9 મહિલાઓને પોલીસ કાર્યવાહીમાં સહાય પૂરી પાડવામાં આવી છે. 'સખી'ની સેવાઓ માટે 181-અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા આ સમયગાળામા 18 કેસ રિફર કરાયા હતા. પોલીસ દ્વારા 2 અને 1098-ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા એક કેસ મોકલવામા આવ્યો હતો. જ્યારે 120 જેટલા કેસ 'સખી' એ સ્વયં શોધીને તેનું નિરાકરણ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.