ડાંગઃ સુબીર ગામે ચાર રસ્તા પર આવેલા રેવન્યુ વિભાગની સેજા કચેરીએ ફરજ બજાવતા રેવન્યુ તલાટી વિપુલ સેજા કચેરીએ હાજર રહેતા જ નથી. તેમ સુબીર ગામના લોકો જણાવી રહ્યાં છે. સેજા કચેરીએ કોઇપણ જાતનો જાહેર સૂચન બોર્ડ લગાવવામાં આવેલા નથી. નક્કી કરાયેલા દિવસોનું કોઈ ટાઈમટેબલ પત્ર બોર્ડ ઉપર દર્શાવવામાં આવેલું નથી. આ બાબતે તલાટીનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હું બુધવાર અને ગુરુવારના રોજ આ કચેરી પર હાજર રહું છું. લોકોના કામકાજ કરી જ આપું છું. અસલમાં સુબીર ગામલોકોના ફરિયાદમાં રેવન્યુ તલાટીની વાત ખોટી સાબિત થઈ શકે તેમ છે.
ગામ લોકોનું કહેવું છે કે, રેવન્યુ તલાટી સેજા કચેરી પર હાજર રહેતા જ નથી. ગામના અમુક લોકોએ તો તેમનો ચહેરો પણ જોયો નથી. સેજા કચેરીના દરવાજા ખોલવાની વાત તો દૂરની છે. સુબીર ચાર રસ્તા પર આવેલી રેવન્યુ વિભાગની કચેરી અમુક ગામ લોકો છેલ્લા 25 વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિને રાષ્ટ્રધ્વજના પર્વમાં હાજર રહી સલામી આપતા હોઈએ છીએ. 26 જાન્યુઆરી 2020 રવિવારના રોજ દેશભરમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુબીર ગામે રેવન્યુ સેજા કચેરીએ ક્યા કારણોસર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નહીં.
રેવન્યુ તલાટી ઉંઘમાં હતા કે, પછી તેઓના ઉપરી અધિકારીઓ દ્વારા આ સેજા કચેરી રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મનાઇ કરવામાં આવેલી હતી. તેવા સવાલો ગામ લોકોને થઈ રહ્યા છે.