- ડાંગ જિલ્લાના 12 પરિવારોની હિન્દૂ ધર્મમાં ઘરવાપસી
- શિવારીમાળના વૈદેહી આશ્રમમાં વૈદિક દિક્ષા શુદ્ધિકરણ મહોત્સવ યોજાયો
- ભજન કીર્તન સાથે મંત્ર જાપ અને પૂજા અર્ચના કરાઈ હતી
ડાંગઃ જિલ્લાના વઘઇ તાલુકાના શિવારીમાળ ગામનાં વૈદેહી આશ્રમમાં હિન્દુ અગ્નિવીર સંગઠન દ્વારા વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડાંગના વિવિધ વિસ્તારના 12 જેટલા પરિવારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા પાઠ કરીને શુદ્ધિકરણ યજ્ઞમાં ભાગ લઈ હિન્દૂ ધર્મ અપનાવ્યો હતો.
જિલ્લાનાં 12 પરિવારોએ હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરી
ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી અન્ય કારણોસર સનાતન ધર્મ કેટલાંક પરિવારો દ્વારા વર્ષોથી ત્યજી દેવામાં આવ્યો હતો. જેમાં અગ્નિવીર હિન્દુ સંગઠન સનાતન ધર્મના તમામ પરિવારોનું વૈદિક દિક્ષા શુદ્ધિકરણ કરીને હિન્દૂ ધર્મમાં ફરી વાપસી કરાવી હતી. અગ્નિવીર સંગઠનનાં કાર્યકર્તા મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોઈ કારણસર ડાંગ જિલ્લાનાં લોકો જે હિન્દૂ ધર્મ છોડીને અન્ય ધર્મમાં જતાં હતાં. તેઓને આભાસ થયો કે, સનાતન ધર્મ અપનાવવો જોઈએ. જેનાં કારણે લોકોએ અગ્નિવીર સંસ્થાનો કોન્ટેક્ટ કર્યો હતો અને 12 જોડાએ હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરી છે.
ડાંગમાં વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજાયો આદિવાસીઓ પ્રકૃતિ પૂજાને જાળવવા કટીબદ્ધહિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરનાર સોમાભાઈ માળવિશે જણાવ્યું હતું કે, તેઓ કોઈ કારણસર અન્ય ધર્મમાં જવા લાગ્યાં હતાં. પરંતુ તેઓને અહેસાસ થતાં તેઓએ પરત પોતાના ઘર પરિવાર સાથે હિન્દૂ ધર્મમાં આવ્યાં છે. તેઓનાં દેવ માતાજી, વાઘ દેવ, નાગ દેવ અને ડુંગર દેવને તેઓ જાળવી રાખશે.
વૈદિક મંત્રો દ્વારા શુદ્ધિકરણ કરી ઘર વાપસી કરવામાં આવી
સાધ્વી હેતલબેને જણાવ્યું હતું કે, ભોળપણમાં અન્ય ધર્મમાં જનાર લોકો પરત પોતાના સનાતન ધર્મમાં પરત ફર્યા છે. અન્ય લોકોની લાલચ કે પ્રલોભનથી પ્રેરાઈ તેઓ અન્ય ધર્મમાં જવા લાગ્યાં હતાં. પરંતુ સાધ્વી યશોધા, અગ્નિવીર અને હરિ કથા કરનાર ભાઈઓ દ્વારા આ પરિવારને ઘર વાપસી કરાવી વૈદિક મંત્રો દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં જિલ્લાનાં હિન્દુ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં ડૉ.પી.પી. સ્વામીજી, સાધ્વી હેતલબેન, સાધ્વી અનિતાબેન, મહેન્દ્રસિંહ રાજપુરોહિતના માર્ગદર્શન હેઠળ અને જિલ્લાના મુખ્ય અતિથિ, હિન્દુ સાધ્વી યશોદા દીદીએ તમામ પરિવારોને આશીર્વાદ આપવા માટે હાજરી આપી હતી. જેમાં હિન્દુ સંગઠનના પ્રભારી મહેન્દ્રસિંહ રાજપુરોહિત, પરેશભાઈ ગાયકવાડ, મહેન્દ્ર ભોંય સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહીને પૂરતો સહકાર આપ્યો હતો.