ETV Bharat / state

ડાંગમાં 1.86 લાખના દારૂ સાથે ઝડપાયેલા 4 આરોપીઓના રિમાન્ડ કરાયા મંજૂર - vaghai court

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત ઘોડા વિસ્તારના માર્ગમાંથી લક્ઝરિયસ ગાડીઓમાં ભારતીય બનાવટનો કુલ રૂપિયા 1.86 લાખના દારૂ ઝડપાયો હતો. આ સાથે ઝડપાયેલા ચાર બુટલેગરોના નામદાર વઘઇ કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

ડાંગમાં 1.86 લાખના દારૂ સાથે ઝડપાયેલા 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા

author img

By

Published : Jun 7, 2021, 11:27 AM IST

  • 4 જૂનના રોજ ડાંગ પોલીસે 4 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા
  • 1.86 લાખના વિદેશી બનાવટના દારૂ સાથે LCB પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
  • વઘઇ કોર્ટ દ્વારા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ડાંગઃ પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લામાં જુગાર અને પ્રોહીબીશન પ્રવૃત્તિને ડામવા જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની LCB PSI પી.એચ.મકવાણાની ટીમને શુક્રવારે બાતમી મળી હતી કે, એક દારૂ ભરેલી લક્ઝરિયસ મહિન્દ્રા એક્સયુવી કાર મહાલ તરફ જઈ રહી છે.

આ પણ વાંચોઃ વાપીમાં પોલીસે કારમાં છુપી રીતે દારૂ લાવતા એક આરોપીની ધરપકડ કરી, 3 આરોપી વોન્ટેડ જાહેર

ડાંગ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઠબે બુટલેગરોને ઝડપી પાડ્યા

બાતમીના આધારે ડાંગ LCB પોલીસની ટીમ મહાલ રોડ પર તપાસ માટે નીકળતા ચનખલ મહાલ રોડ પર એક શંકાસ્પદ મહિન્દ્રા એક્સયુવી નજરે ચડતા તાત્કાલિક નાકાબંધી કરી પોલીસે આ એક્સયુવી કારનો પીછો કરતા બરડીપાડા નાકા તરફ ભાગી હતી. પરંતુ બરડીપાડા ફોરેસ્ટ નાકુ બંધ હોવાના પગલે ત્યાંથી આ બુટલેગરો પૂરપાટ ઝડપે રિટર્ન આવતા હતા.

અન્ય બે શખ્સ કાર મૂકી જંગલ તરફ ભાગી ગયા હતા

ડાંગ LCB પોલીસની ટીમે માર્ગમાં ખાનગી વાહનો તેમજ સરકારી જીપ આડી ઊભી રાખતા મહિન્દ્રા એક્સયુવી GJ23CC2222ના ચાલક તેમજ તેમાં બેઠેલા અન્ય બે શખ્સ કાર મૂકી જંગલ તરફ ભાગી ગયા હતા. આ દરમિયાન અન્ય એક સફેદ કલરની મહિન્દ્રા એક્સયુવી GJ5JE4742ના ચાલકે માર્ગની સાઈડમાં ઉભેલી LCBની સરકારી જીપ નંબર GJ18GB0524ને આગળના ભાગે બમ્પર તથા સાઈડના ભાગે ટક્કર મારી હતી.

કુલ 19,30,520નો મુદ્દામાલ કબ્જે કરાયો

આ સાથે અન્ય એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર કાલીબેલ તરફ નાસી ગઈ હતી. આ પકડાયેલી એક્સયુવી કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂ બોટલ નંગ 422 જેની કિંમત 1,86,520, મોબાઇલ નંગ-5 જેની કિંમત 44,000 તેમજ બે લક્ઝરિયસ કારની કિંમત 17,00,000 મળી કુલ 19,30,520નો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી કરનાર ચાર બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.

તપાસ LCB PSI પી.એચ.મકવાણાએ હાથ ધરી

દમણનો પરેશ નવીન રાઠોડ, પારડીનો હેમંત હરી પટેલ, નાની દમણનો દિપક કાંતિ પટેલ, પારડીના ગણેશ રામુ તેમજ કિરણ બાબુ પટેલ ઉર્ફે કિરણ છનિયો તથા ફોર્ચ્યુનર કાર GJ01KW8083ના ચાલક તેમજ અન્ય શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ LCB PSI પી.એચ.મકવાણાએ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ બાલાસિનોર પોલીસ દ્વારા 17 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

વઘઇ કોર્ટ દ્વારા આરોપીઓ નાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ડાંગ LCB પોલીસની ટીમે આ ચાર બુટલેગરોને નામદાર વઘઇ કોર્ટમાં રજૂ કરતા નામદાર વઘઇ કોર્ટ દ્વારા આ આરીપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાતા આવનારા દિવસોમાં દારૂની હેરા-ફેરી કરતા મોટા માથાઓના નામ બહાર આવશે તેની ચર્ચાએ જોર પકડયુ છે. હાલમાં આ ચારેય બુટલેગરો રિમાન્ડ હેઠળ ધકેલાતા અસામાજીક તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.