- ડાંગ જિલ્લામાં 3 વાગ્યાં સુધીમાં 67.92 ટકા મતદાન થયું
- રાજ્યમાં સૌથી વધુ મતદાન ડાંગ જિલ્લામાં નોંધાયું
- ડાંગ બેઠક આદિવાસી માટે અનામત છે
ડાંગ : ગુજરાતમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે. આજે 3 કલાક સુધીમાં 67.92 ટકા મતદાન થયું છે. ડાંગ જિલ્લા 173-ડાંગ(અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમા 1 લાખ 78 હજાર 157 મતદારો છે. જે પેકી સ્ત્રી અને પુરુષમાં 66.80 ટકા પુરુષ મતદાન જ્યારે સ્ત્રીઓ 69.4 ટકા મતદાન થયું છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું મતદાન વધારે નોંધાયું છે.
ડાંગ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સજ્જ
કોરોનાં કાળમાં આ પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે કોરોનાં વાઈરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, ફરજિયાત માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા દરેક લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જે બાદ જ તેમને મતદાન કરી શકે છે. આ સાથે ગોળ કુંડાળા પાડીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે લોકોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ વિભાગની કામગીરી
ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આચારસંહિતાનો અમલ થાય તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડકપણે અમલ થાય તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ છે. જેમાં 1300થી વધુ પોલીસ કર્મીઓ જિલ્લાનાં અલગ અલગ જગ્યાએ 311 ગામડાઓમાં 357 બૂથ પર તૈનાત છે. આ સાથે જ બોર્ડર વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સતત દેખરેખ રાખીને ચુસ્તબંદોબ્સ ગોઠવવામાં આવ્યો છે.