ETV Bharat / state

નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સલાહકાર એસ.કે.નંદાએ ડાંગીજનોને આપ્યું માર્ગદર્શન - etv bharat gujarat news

રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારી એવા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સલાહકાર એસ.કે.નંદાએ ડાંગીજનોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તેમજ યોજના ઘડવા અંગે સુક્ષ્મ માર્ગદર્શન આપ્યું હતું.

dang
dang
author img

By

Published : Jul 21, 2020, 11:43 PM IST

ડાંગ: જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા અધિકારીઓને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ઇનોવેટીવ વર્ક પ્લાન તૈયાર કરવાનું આહવાન કરતા રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારી એવા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સલાહકાર એસ.કે.નંદાએ ડાંગીજનોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તેવા આયોજન ઉપર ભાર મુક્યો હતો.

જિલ્લા સેવા સદન ખાતે આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠકમાં માર્ગદર્શન આપતા સુદીપકુમાર નંદાએ જિલ્લામાં આદર્શ સંદેશા વ્યવહાર સહિત છેવાડાના સરહદી ગામો સુધી માર્ગ કનેકટીવિટી, વીજળી અને પાણીની સુવિધા સાથે જિલ્લાના જુદા જુદા વિભાગોના પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્ય યોજના ઘડવા અંગે સુક્ષ્મ માર્ગદર્શન પુરૂ પડ્યું હતું.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીની બેઠકના મુદ્દાઓની ચર્ચા કરતા નંદાએ "કોવિડ-19" સંદર્ભે જિલ્લાએ કરેલી સફળ કામગીરીનું યોગ્ય દસ્તાવેજીકરણ થાય તે આવશ્યક છે તેમ જણાવી "રોગ પ્રતિરોધક શક્તિ" વધારવા માટેના આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે જોવાની પણ સુચના આપી હતી.

છેવાડાના ડુંગરાળ ગામોમાં માર્ગ અને વાહન વ્યવહારની સુવિધા સાથે વન વિભાગના જુના કુવાઓને પુન:જીવિત કરવા અંગે માર્ગદર્શન પુરૂ પાડતા નંદાએ વિશિસ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરવાના પગલાઓની પણ છણાવટ કરી હતી. "કોરોના"ને લઈને અત્યાર સુધી સલામત રહેલા ડાંગ જિલ્લામાં કોરોનાના સંક્રમણને જડબેસલાક રીતે રોકી શકાય તે માટે જિલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપરથી આવાગમન કરતા લોકોનું થર્મલ સ્ક્રીનીગ કરવા ઉપર પણ ભાર મુક્યો હતો.

આહવા ખાતે યોજાયેલી બેઠક દરમિયાન ડાંગ કલેકટર એન.કે.ડામોરે જિલ્લાના સમગ્રતયા ચિત્રનો ખ્યાલ આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા તથા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે પુરક વિગતો રજુ કરી હતી.

બેઠકમાં દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત, ડીઝાસ્ટર મામલતદાર જયેશ પટેલ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.