ETV Bharat / state

'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન - ગામડાંઓમાં કોરોના સંક્રમણ

ગુજરાતના તમામે તમામ ગામોને 'કોરોનામુક્ત' કરવા 1લી મે ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થયેલા 'મારૂ ગામ કોરોનામુક્ત ગામ'ના રાજ્યવ્યાપી અભિયાનને ડાંગ જિલ્લામા ગ્રામીણ લોકભાગીદારી સાથે વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન

author img

By

Published : May 4, 2021, 4:40 PM IST

  • ડાંગમાં એક જ દિવસમાં 83 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ઉભા કરાયા
  • કોરોના મુક્તિનું જનઆંદોલન બની રહેશે તેવો કલેક્ટરે આશાવાદ વ્યક્ત કર્યો
  • રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા શાળા અને પંચાયતમાં કોવિડ સેન્ટર ઉભું કરવા આહવાન

ડાંગ: 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ થયાના માત્ર 48 કલાકમાં જ છેવાડાના ડાંગ જિલ્લામા પણ 83 જેટલા 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ' કાર્યરત કરીને કુલ 1242 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે. જેમા, સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામીણ નાગરિકોને આઇસોલેશન, પ્રાથમિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન
'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન

આ પણ વાંચો: 18 હજાર ગામમાં 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાશે

ગ્રામ્ય વિસ્તારમાં લોક ભાગીદારીથી કોવિડ સેન્ટર ચાલશે: કલેક્ટર

ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર એચ.કે. વઢવાણિયાએ જણાવ્યુ હતું કે, 'કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સ' માં ભોજન સહિત સ્ટાન્ડર્ડ દવાઓ વિગેરેની સેવાઓ ગ્રામીણ જનશક્તિની ભાગીદારીથી સરકારના ગ્રામવિકાસ, પંચાયત વિભાગના સહયોગથી ઉપલબ્ધ બની રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1લી મેથી ગુજરાતના તમામ ગામોમાં 'મારૂ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. વઢવાણિયાએ જણાવ્યું હતું કે, 'કોરોના સંક્રમણ'ની વિકટ સ્થિતીમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહિ, તેમજ ગામડાઓમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુક્ત અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક પખવાડિયા દરમિયાન લોકભાગીદારીથી પ્રેરિત કરવામા આવ્યું છે.

શાળા અને પંચાયતમાં કોવિડ સેન્ટર ઉભું કરવા આહવાન

મુખ્યપ્રધાને રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલો, વિવિધ જ્ઞાતિ/સમાજનીની વાડીઓ, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાય ત્યાં, આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવાની અપિલને સ્વિકારી હતી. અહીં રહેવા, જમવા સાથે સ્ટાન્ડર્ડ દવાઓ, વિટામીન સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલ જેવી દવાઓની વ્યવસ્થા કરાવવામા આવી રહી છે.

આ પણ વાંચો: 'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': ગામડાંઓને કોરોનામુક્ત બનાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો માસ્ટર પ્લાન

ગ્રામ્ય કોવિડ સેન્ટરમાં જોડાવા કલેક્ટરનું આહવાન

ગામના આગેવાનો, યુવાનોને આ સેવાકાર્યમા જોડી ગ્રામીણ કક્ષાએ 'કોરોનામુક્ત ગામ' બનાવવા માટે ગામમા શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર'માં ભોજન, આવાસ, દવાઓ, આયુર્વેદિક ઊકાળા સહિત પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય વિષયક સુવિધાઓ સાથે આઇસોલેશનમાં અલગ રાખવામા આવશે, તેમ પણ વઢવાણિયાએ વધુમા જણાવ્યુ છે.

ડાંગમાં 83 સેન્ટરમાં 1242 બેડની સુવિધા કરવામાં આવી

ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમા 83 સેન્ટર્સમા 1242 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે. જેમાં, આહવા તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતોમાં 26 સેન્ટર્સમાં 295 બેડ, વઘઇ તાલુકાની 23 પંચાયત વિસ્તારમાં 37 સેન્ટર્સમાં 742 અને સુબિર તાલુકાની 20 ગ્રામ પંચાયતોમા 20 સેન્ટર્સ ખાતે 205 મળી, ડાંગ જિલ્લામા કુલ 70 ગ્રૂપ ગ્રામ પંચાયતોના કાર્ય વિસ્તારમા 83 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ'મા 1242 પથારીઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે, તેમ ઇન્ચાર્જ કલેકટર એચ.કે.વઢવાણિયાએ પૂરક વિગતો આપતા જણાવ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.