ETV Bharat / state

ડાંગના જાખાનાની પરણિતાએ કરી આત્મહત્યા, પતિ સહિત જેઠ-જેઠાણી સામે ગુનો દાખલ

ડાંગ જિલ્લાનાં જાખાના ગામની પરણિત યુવતીને પતિ તેમજ જેઠ-જેઠાણી દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા આ પરણિત યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાપુતારા પોલીસની ટીમે આત્મહત્યાની દુષપ્રેરણા કરનાર પતિ સહિત જેઠ-જેઠાણીની સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

married woman committed suicide in Dang
ડાંગના જાખાનાની પરણિતાએ કરી આત્મહત્યા
author img

By

Published : Jun 13, 2020, 7:55 PM IST

આહવાઃ ડાંગ જિલ્લાનાં જાખાના ગામની પરણિત યુવતીને પતિ તેમજ જેઠ-જેઠાણી દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા આ પરણિત યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાપુતારા પોલીસની ટીમે આત્મહત્યાની દુષપ્રેરણા કરનાર પતિ સહિત જેઠ-જેઠાણીની સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ કલમવિહીર ગામની યુવતી નામે રૂથાબેન મનશીરામ ગાવિતનાં લગ્ન એક વર્ષ અગાઉ જાખાના ગામનાં મનશીરામ સખારામ ગાવિત જોડે થયા હતા. લગ્ન થયા બાદ ત્રણ મહિના સુધી રૂથાબેનને પતિ દ્વારા સારી રીતે રાખી હતી. લગ્ન જીવનનાં ત્રણ મહિના બાદ પતિ મનસીરામભાઈ સખારામ ગાવિત અને જેઠ-જેઠાણીએ રૂથાબેનને ઘરમાંથી નીકળી જવા માટે કહી વારંવાર શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ કરવાનું ચાલુ રાખ્યુ હતું.

આ રૂથાબેને પતિ અને જેઠ-જેઠાણીનાં હેરાનગતિથી કંટાળીને આખરે ગત ગુરુવારે સવારનાં અરસામાં ઘરે કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. જેની શોધખોળ કરતા મળી ન હતી. આ પરણિત યુવતી શોધખોળનાં અંતે શુક્રવારે સાંજે જાખાના ગામની સીમમાં આવેલ રાત માટીનાં ડુંગર જંગલ વિસ્તારમાં સાગનાં ઝાડ સાથે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી.

આ બનાવની જાણ જાખાના ગામનાં પોલીસ પટેલ સહિત સરપંચ દ્વારા સાપુતારા પોલીસ મથકે કરતા પોલીસની ટીમે તુરંત જ ઘટના સ્થળે ધસી જઈ આ યુવતીના મૃચદેહનો કબજો મેળવી પી.એમ માટે શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ પરણિત યુવતીએ પતિ અને જેઠ જેઠાણીનાં શારીરિક અને માનસિક ત્રાસથી એકાએક આત્મહત્યા કરી લેતા મૃતક યુવતીનાં પિતાએ સાપુતારા પોલીસ મથકમાં પતિ-મનસીરામ સખારામ ગાવીત, જેઠ-ધનાભાઈ સખારામ ગાવીત, જેઠાણી-ભારતીબેન ધનાભાઈ ગાવીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસે આ ત્રણેયની સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.