ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજમાં લાગતા કામત ગામનો યુવક કલ્પેશભાઈ દેવરામભાઈ બાગુલ ઉ.21 બુધવારે પશુઓને ચરાણ માટે ગામના નજીકનાં જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. તે દરમિયાન જંગલ વિસ્તારમાં શિકારની શોધમાં ભટકી રહેલા ખુંખાર દીપડાએ યુવક પર હુમલો કર્યો હતો.
દીપડાએ હુમલો કરતા યુવકે બૂમાબૂમ કરી હતી. ત્યારે જંગલ વિસ્તારનાં ખેતરમાં ગયેલા આસપાસાના લોકો દોડી આવ્યા હતા. જેમને જોઇ દીપડા પલાયન થયો હતો. ત્યારે દીપડાએ ઇજાગ્રસ્ત કરેલ યુવકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ તમામ ગામજનોને થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.
![etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-02-dipdo-vis-gj10029_01042020173232_0104f_1585742552_993.jpeg)
આ બાબતે ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ મંજુલાબેન ઠાકરે જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, કામત ગામનો યુવક પાળતુ પશુઓને ચરાણ માટે માલિકી અને જંગલવિસ્તારનાં હદમાં ગયો હતો, જ્યા દીપડાએ આ યુવકને પંજો મારતા પગનાં ભાગે ઇજાઓ થઈ છે. આ બાબતે ઇજાગ્રસ્તં યુવકની મુલાકાત કરી તેના સારવારનાં સહાય માટે અમે ઉપલીકક્ષાએ રિપોર્ટ મોકલ્યો છે.