- 21 જૂનથી કોરોના રસીકરણનો શુભારંભ
- ડાંગ જિલ્લામાં એક સાથે 25 સ્થળોએ 'કોરોના રસીકરણ' (Corona Vaccination) કરાશે
- તંત્ર દ્વારા પ્રજાજનોને રસીનો લાભ લેવા અનુરોધ
ડાંગ : 21 જૂનનાં રોજ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે મહાનુભાવોની ઉપસ્થિતી વચ્ચે આખા દિવસ દરમિયાન ચાલનારા 'વેક્સિનેશન સેશન' (Vaccination session) દરમિયાન વધુમાં વધુ લાભાર્થીઓને આવરી લેવાનો લક્ષ નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોવિશિલ્ડના 2 ડોઝ વચ્ચેનો સમયગાળો વૈજ્ઞાનિક પ્રમાણો પર કરાયો છે
ડાંગ જિલ્લાનાં 3 તાલુકામાં 25 સ્થળોએ કોરોના રસીકરણ (Corona Vaccination) કરાશે
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હિમાંશુ ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર 21 જૂનના રોજ આહવા તાલુકાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ દરબાર હોલ ખાતે તથા પ્રાથમિક શાળા પાંડવા, લિંગા, માલેગામ, જાખાના, ધવલીદોડ, ગાઢવી, નડગખાદી, હનવંતચોંડ, અને ગલકુંડ ખાતે વિશેષ કેમ્પ આયોજિત કરાયા છે.
આ પણ વાંચો : હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ આ રસી મળશે, ફાઈઝરએ ટ્રાયલ શરૂ કરી
વિવિધ સ્થળોએ કોરોના રસીકરણ ( Corona Vaccination) ઝુંબેશ
આ ઉપરાંત સુબિર તાલુકા ખાતે સુબિર પ્રાથમિક શાળા સહિત કાંગર્યામાળ, ગૌહાણ, ઝરી, નકટયાહનવંત, નિશાના અને કાકશાળા પ્રાથમિક શાળા ખાતે કોરોના રસીકરણ (મદીદલો Vaccination)ની કામગીરી હાથ ધરવામાં આવશે. તેવી જ રીતે વઘઇ તાલુકાના મુખ્ય મથક વઘઇ સ્થિત તાલુકા શાળા ખાતે તથા બારખાંધિયા, નડગચોંડ, બોરીગાવઠા, ખાતળ, રંભાસ, સરવર, અને આંબાપાડા પ્રાથમિક શાળા ખાતે રસીકરણ ઝુંબેશ (Corona Vaccination Campaign) યોજાશે.