વધઈ તાલુકામાં તા.31/10/19 સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન બેંક ઓફ બરોડા વધઈ દ્વારા કિસાન પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે.
વધઈ બ્રાંચ મેનેજરશ્રી પ્રકાશકુમાર મહાપાત્રએ ગામના ખેડૂતોને વિવિધ પ્રકારની લોન અંગેની માહિતી હતી. તેમણે કે.સી.સી. અને એજ્યુકેશન લોન અંગેની માહિતી વિગતવાર પૂરી પાડી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉજવણી બરોડા સ્વરોજગાર સંસ્થાન મેનેજરશ્રી વિષ્ણુભાઈ,વિજયભાઈ સહિત આરસેટી ટીમે ખેડૂતો અને પશુપાલકો સાથે સંકલન કરી વધુમાં વધુ લોકો ભાગ લઇ વિકાસ કરે તે મુજબ આયોજન કર્યુ હતું.