ETV Bharat / state

ડાંગ જિલ્લામાં વરસાદના પગલે ચારેય નદીઓ બન્ને કાંઠે, ગીરાધોધ સક્રિય બન્યો

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા પાણીની આવક સાથે બન્ને કાંઠે વહેતી થઈ છે. ડાંગની નદીઓમાં પાણીની આવક વધતા વઘઇનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધ પૂર્ણ લયમાં આવી જઈ સક્રિય બનતા પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર બની ગયા છે.

ડાંગ જિલ્લામાં વરસાદના પગલે ચારેય નદીઓ બન્ને કાંઠે

author img

By

Published : Jul 19, 2021, 8:36 PM IST

  • ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદ, સાપુતારામાં વાતાવરણ ખુશનુમા બન્યું
  • વરસાદ વરસતા ખેડૂતો ખેતીના કામમાં લાગ્યા
  • ખાપરી, અંબિકા, ગીરા નદી બે કાંઠે થઈ વહેતી
  • નાના ચેકડેમો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ(dang) જિલ્લાના ગામડાઓમાં રવિવારે રાત્રીના અરસાથી સોમવારે દિવસ દરમિયાન સમયાંતરે વરસાદી(rain) માહોલે ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.

જિલ્લાનો ચારેય નદીઓ બન્ને કાંઠે થઈ વહેતી

ડાંગ(dang) જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમયાંતરે પડી રહેલા ધોધમાર વરસાદ(rain)ના પગલે લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ (river)પાણીની આવક સાથે બન્ને કાંઠે વહેતી થઈ છે.

ડાંગ જિલ્લાના ગિરિમથક

સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, આહવા, બોરખલ, સુબિર, ચીંચલી, ગારખડી, પીપલાઈદેવી, મહાલ, બરડીપાડા, ભેંસકાતરી સહિત પૂર્વપટ્ટી તથા સરહદીય પંથકોમાં રવિવારે અને સોમવારે ધોધમાર વરસાદ તૂટી પડતા આ પંથકોના નદી, નાળા, કોતરડા, ક્યારાઓ ડહોળા નિરથી છલકાયા હતા. સાથે જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં આવેલા જાહેર માર્ગો પાણીથી ઉભરાયા હતા.

વરસાદ વરસતાં ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા, ગીરા ધોધ બન્યો સક્રિય

ડાંગમાં(dang) વરસાદી માહોલ જામતા ડાંગી ખેડૂતો હોંશે હોંશે ડાંગર સહિત અન્ય પાકોની રોપણીમાં જોતરાઈ ગયા છે. ડાંગ જિલ્લાની ગીરા અને અંબિકા નદીમાં પાણીની આવક વધતા વઘઇ(vaghai)નો ગીરાધોધ તેમજ ગિરમાળનો ગીરાધોધ હાલમાં સંપૂર્ણ લયમાં આવી પૂરબહારમાં ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે અદભુત નજારાની સાથે આકર્ષણના કેન્દ્રો બની ગયા છે.

સાપુતારામાં 4 ઇંચ વરસાદ

ડાંગ (dang)જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન આહવા પંથકમાં 60 મિમી અર્થાત 2.4 ઈંચ, વઘઇ પંથકમાં 66 મિમી અર્થાત 2.64 ઈંચ, સુબિર પંથકમાં 39 મિમી અર્થાત 1.56 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 100 મિમી અર્થાત 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.