ETV Bharat / state

સાપુતારામાં દિપડાની અવર-જવર વધતા વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા

ડાંગ જિલ્લાના સાપુતારા મથકમાં દીપડાની અવર-જવર વધી હતી. હુમલાના ભયથી લોકોની સાવચેતી માટે વન વિભાગનાં સામગહાન રેંજનાં RFO પ્રસાદભાઈ પાટીલ દ્વારા પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા.

ડાંગના સાપુતારામાં દિપડાની અવર-જવર વધી જતા હુમલાના ભયથી પાંજરા ગોઠવવામાં આવ્યા

author img

By

Published : Jun 7, 2020, 7:19 PM IST

ડાંગ: કોરોનાની મહામારી વચ્ચે રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હોટલ ઉદ્યોગ સહિત ધંધો રોજગાર બંધ રહેતા શાંત વાતાવરણમાં ધોળા દિવસે પણ દીપડાની અવર-જવર વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ‘ગુજરાત કી આંખો કા તારા સાપુતારા’ ખાતે હાલ કોરોના વાઇરસનાં લોકડાઉનનાં પગલે પ્રવાસીઓ સહિત સ્થાનિકોની ચહલ પહલ બંધ થતાં જંગલનાં રાજા દીપડાની ત્રાડ સાથે સાપુતારાનું સૌંદર્ય માણવા મજા પડી હોય તેમ સૂર્યાસ્ત સમયે જ સરોવર કોલોની, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, લેક ગાર્ડન, વાઈટ ફેધર, રોજ ગાર્ડન,જેવા જોવા લાયક અને રહેણાક વિસ્તારોમાં વિહરતા નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

છેલ્લા બે મહિનાથી લોકડાઉનનાં માહોલમાં દીપડાને રખડતા શ્વાનનો શિકાર સહેલાઇથી મળી રહેતા સાપુતારામાં તેની અવર-જવર વધી છે. જો કે દક્ષિણ ડાંગ વનવિભાગનાં સામગહાન રેંજનાં RFO પ્રસાદભાઈ પાટીલ દ્વારા દીપડાથી લોકોને કોઈ ખલેલ ન થાય તેની સાવચેતી રૂપે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, હેલિપેડ, નવાગામ, વાઘબારી, જેવા વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યા છે.

અલબત્ત હાલ કોરોના મહામારી વચ્ચે ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની ગેરહાજરીમાં દીપડાની અવર-જવરથી લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોનું કામ જાણે દીપડાએ લીધું હોય તેમ લોકો પણ ઘરમાં જ પુરાય રહેવાનું મુનસીબ માની રહ્યા છે.

આ બાબતે શામગહાન રેંજ આર એફ.ઓ પ્રસાદ પાટીલે જણાવ્યું હતું કે, સાપુતારા ખાતે દીપડાની અવર-જવર થતી હોવાની ફરિયાદ મળી હતી. જોકે આજદિન સુધી આ દીપડા દ્વારા માણસ કે કોઈ પાળતુ પશુ પર હુમલો કર્યાનો કોઈ બનાવ બન્યો નથી. તેમ છતા સાવચેતીનાં ભાગરૂપે ઠેર-ઠેર પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.