ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે.જેથી ખેત પેદાશો મોંઘી થઇ છે. જેટલી ખેત પેદાશ મોંઘી થઇ છે તેટલું ખેડૂતોને સામે ભાવ મળી રહ્યા નથી. જે મુદા પર થોડાક દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત કિસાન કૉંગ્રેસનાં ચેરમેન પાલભાઇ આંબલિયા સહિતનાં અન્ય નેતાઓ દ્વારા ડુંગળી સહિત ખેતપેદાશો પી.એમ.કેર ફંડ કેરમાં જમા કરાવવાનો પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેનાં પગલે પોલીસે આગેવાનો પર વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી.
જેના પગલે શુક્રવારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ મોતીલાલ ચોધરીએ ખેડુત આગેવાનો પરનાં પોલીસ દમન સામે યોગ્ય પગલા ભરવાની માંગ સાથે ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.