ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, 7 પોઝિટિવ કેસો નોંધાયા - Corona cases increased in Dangs

સમગ્ર દેશભરમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કારણે લોકડાઉનની પરિસ્થિતિ જોવા મળી છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ કોરોનાનો હાહાકાર મચી ગયો છે. ડાંગ જિલ્લામાં વધુ 07 જેટલા કોરોનાનાં કેસો પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ આંકડો 203 પર પહોંચ્યો છે.

ડાંગ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, 7 પોઝિટિવ કેસો નોંધાયા

author img

By

Published : Apr 4, 2021, 7:12 PM IST

  • ડાંગ જિલ્લામાં સાત કેસ પોઝિટિવ નોંધાયા
  • જિલ્લામાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિ
  • જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 2 મૃત્યુ કુલ 25 એક્ટીવ કેસ

ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાનાં કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના ધારાસભ્ય તેમજ પ્રમુખનો પણ કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચોઃ કોરોના વિસ્ફોટઃ વડોદરામાં 391 કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત

ડાંગ જિલ્લામાં સાત કેસ પોઝિટિવ નોંધાયા

ડાંગ જિલ્લામાં આહવા મેડીકલ કોલીનીના 34 વર્ષીય યુવાન, આહવા દેવલપાડાની 28 વર્ષીય યુવતી, આહવા દેવલપાડાની 13 વર્ષીય કિશોરી, આહવા પી.ડબ્લ્યુ.ડી.કોલોનીનો 40 વર્ષીય યુવક, સાપુતારા જવાહર નવોદયના 45 વર્ષીય શિક્ષક, સાપુતારા જવાહર નવોદયના 40 વર્ષીય શિક્ષકની પત્ની તેમજ સાપુતારા જવાહર નવોદયનાં શિક્ષકની 15 વર્ષીય પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતુ.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફરી નાગપુરમાં લાગ્યું લોકડાઉન

જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 25

ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 203 ઉપર પહોંચતા સ્થિતિ ચિંતાજનક બની છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 178 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા રજા આપવામાં આવી છે. જ્યારે 25 જેટલા દર્દીઓનો કોરોના કેસ એક્ટિવ હોવાથી સારવાર હેઠળ છે. ડાંગ જિલ્લામાં હાલમાં કોરોનાએ બેવડી સદી પુરી કરી દોટ મુકતા ચિંતાજનક સ્થિતિ ઉભી થવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.