ETV Bharat / state

ડાંગમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું - ગીરાધોધ

ડાંગઃ સોમવાર સવારથી ડાંગમાં ધોધમાર વરસાદ શરૂ થતાં જનજીવન ખોરવાયું છે. સાથે વરસાદને પગલે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ડુલ થવી, મોબાઇલ નેટવર્ક સેવા અને વહાન વ્યવહાર સેવા પણ ઠપ થઇ જતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં.

heavy rainfall in dang
author img

By

Published : Aug 5, 2019, 7:10 PM IST

જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવતાં ડાંગની ચારેય નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. ડાંગ જિલ્લાની પૂર્વ પટ્ટીમાં આવેલ ચિંચલી ગામનો કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં હતા.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું

માહિતી વિગત ચિંચલી ગામમાંથી પસાર થતી પૂર્ણ નદીમાં ઘોડાપુર આવતા કોઝ વે પાણીમાં ડૂબી ગયો હતો. અવિરત વરસાદને કારણે વિજળી ડુલ થઈ ગઈ છે અને માત્ર BSNL સેવા જ ઉપલબ્ધ છે. બાકી બધી મોબાઇલ નેટવર્ક સેવા ઠપ થઇ ગઈ છે. પિંપરી ગામમાંથી પસાર થતી ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કિનારા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં.

ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને પગલે ડાંગની ચારેય નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. અંબિકા નદી પર આવેલ ઘોડાપુરને કારણે વધઇ ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર ડાંગ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વધઇમાં સૌથી વધું 234mm, આહવામાં 110mm વરસાદ અને સુબિરમાં 84mm વરસાદ નોંધાયો હતો.

Intro:ડાંગ જિલ્લામાં આજે સવારથી જ અવિરતપણે વરસાદ ચાલું થતા જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ડુલ થવી, મોબાઇલ નેટવર્ક સેવા સાથે વહાનવ્યવહાર પણ ઠપ થઇ જવાં પામ્યો હતો. જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં. મેધરાજાએ જાણે કહેર વરસાવ્યો હોય એમ આજે સવારથી ડાંગના ત્રણેય જિલ્લાઓમાં વરસાદ ચાલું છે.
Body:
ડાંગ જિલ્લામાં મેધરાજાએ કહેર વરસાવતાં ડાંગની ચારેય નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. પુર્વ પટ્ટીમાં આવેલ ચિંચલી ગામનો કોઝવે પાણીથી ગરકાવ થતાં લોકો પુર્વ પટ્ટીનાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ચિંચલી ગામમાંથી પસાર થતી પુર્ણાં નદી ગાંડીતુર બની વહેતાં નદીમાં ધોડાપુર આવ્યું હતું જેને કારણે કોઝવે ગરક થઇ જવાની સમસ્યા ઉભી થઇ હતી. પુર્વ પટ્ટી વિસ્તામાં ફ્કત બિએસેનલ મોબાઇલ સેવા ઉપલબ્ધ છે પણ અવિરત વરસાદને કારણે વિજળી ડુલ થતાં મોબાઇલ નેટવર્ક સેવા ઠપ થઇ જવાં પામી હતી. પિંપરી ગામમાંથી પસાર થતી ખાપરી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગામના સિમાડે નદી કીનારા વિસ્તારમાં આવેલ ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. તો સુબિર તાલુકામાં રસ્તાં પર પાણી ફરી વળવાને કારણે ભુવા પડવાની પરીસ્થીતી સર્જાઇ હતી.

Conclusion:ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને પગલે ડાંગની ચારેય નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. અંબિકા નદી પર આવેલ ધોડાપુર ને કારણે વધઇ ગીરાધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર ડાંગ જિલ્લામાં સવારના છ વાગ્યાથી બાર વાગ્યા વધઇમાં સૌથી વધું ૨૩૪mm વરસાદ, જ્યારે આહવામાં ૧૧૦mmવરસાદ અને સુબિરમાં ૮૪mm વરસાદ નોધાંયો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.