ડાંગ જિલ્લોએ ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે જિલ્લામાં અનેક જગ્યાઓએ ભેખડો ધસી પડી હતી. તેમજ અંતરિયાળ રસ્તાઓ સહિત નેશનલ હાઈવે પણ 5 થી 6 કલાક માટે બંધ થયા હતા. ભારે વરસાદને કારણે વાંસદા-વધઇ વીજ લાઈન ઉપર મોટુ ઝાડ ધરાશયી થતા અંદાજીત ૩ કલાક માટે ડાંગ જિલ્લાને અપાતો વીજ પુરવઠો ખોરવાયો હતો.પુર્ણા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી ધસી આવતા એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ-મહાલના કેમ્પસમાં નદીના પાણી ફરી વળતા બાળકો અને સ્ટાફ ફસાયો હતો.
ડાંગ ફોરેસ્ટ ટીમે 300 બાળકોનું રેસ્કયું કર્યું હતું.ભારે વરસાદ અને હવામાન ખાતાની વરસાદની ચેતવણીને પગલે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ,માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા છાત્રાલયોમાં રજા જાહેર કરી છે. 6 થી 9 ઓગસ્ટ સુધી શાળાઓમાં રજા જાહેર કરી છે.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર આહવામાં 144 મિમિ ,વધઈ 27 મિમિ, સુબીરમાં 127 , અને સાપુતારામાં 180 મિમિ વરસાદ નોંધાયો છે.