ETV Bharat / state

ડાંગનાં વઘઇથી ફોરેસ્ટ કર્મીની બાઈક ચોરી થઈ, પોલીસે ગણતરીના કલાકમાં ચોરને પકડી પાડ્યો

ડાંગના વધઈમાં રવિવારે ફોરેસ્ટ અધિકારીની બાઈક ચોરી થઈ હતી જેની તેણે વધઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બાઈક ચોરને પકડી પાડ્યો હતો.

xx
ડાંગનાં વઘઇથી ફોરેસ્ટ કર્મીની બાઈક ચોરી થઈ, પોલીસે ગણતરીના કલાકમાં ચોરને પકડી પાડ્યો
author img

By

Published : Jun 14, 2021, 9:37 PM IST

  • ડાંગના વધઇમાં ફોરેસ્ટ અધિકારીની બાઈક ચોરી થઈ
  • અધિકારીએ પોલીસ ફરીયાદ નોંધાવી
  • ગણતરીના કલાકોમાં પોલીસે બાઈક ચોરને ઝડપી પાડ્યો

ડાંગ: જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ગતરોજ (રવિવાર) અજાણ્યા ઈસમ દ્વારા Fz બાઇક ચોરી કરવામાં આવી હતી. જેની ફરીયાદ ફોરેસ્ટ કર્મીએ વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ વઘઇ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરતા આજરોજ (સોમવાર) બાઇક ચોરી જનાર ઇસમની ગણતરીનાં કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.

અજાણ્યાં ઇસમે બાઇક ની ચોરી કરી

ગતરોજ (રવિવારે) ગમનલાલ છોટુભાઈ ગરાસીયા નામનો ફોરેસ્ટ કર્મી પોતાની fz બાઇક.ન.જી.જે.18.સી.ક્યુ.7491 લઈ ચિકન લેવા માટે વઘઇ ઝાવડા રોડ પર ગયો હતો. ફોરેસ્ટ કર્મીએ ચિકનનાં દુકાન નજીક બાઈકને પાર્ક કરી દુકાનદાર સાથે વાતો કરતો હતો એવામાં માર્ગની સાઈડમાંથી કોઈ અજાણ્યો ઈસમ દ્વારા આ બાઇકનું લોક તોડીને ચોરી કરી નાસી ગયો હતો. ફોરેસ્ટ કર્મીની બાઇક અજાણ્યો ઈસમ ઉઠાવી લઈ જતા ત્યા હાજર લોકોએ બુમાબુમ કરી હતી.

આ પણ વાંચો : પરિવારજનો ઘર બહાર સૂતા રહ્યા, તસ્કરો ચોરી કરી ગયા - જૂઓ CCTV

વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી

આ બનાવ બાબતે બાઈકનાં માલિક ગમનલાલ છોટુભાઈ ગરાસિયા દ્વારા વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.ડી.ડી.વસાવાએ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં આજરોજ વઘઇ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સાપુતારા તરફથી એક ઈસમ Fz બાઈક લઈ આવતા જેને બાઈક સાથે રોકી તપાસ હાથ ધરતા આ બાઇક વઘઇનાં ફોરેસ્ટ કર્મીની નીકળી હતી. હાલમાં વઘઇ પોલીસની ટીમે બાઈક ચોરી કરનાર સંદીપ અશોકભાઈ જાયભાયે.હાલ.રે ભેસ્તાન સુરત તથા મૂળ રે.મહારાષ્ટ્રનાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : સિદ્ધપુર પંથકમાં કારમાં બેસાડી Passengerના રૂપિયાની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.