રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે રાજ્યમાં પાકને નુકસાન થયુ છે. જેના આધારે રાજ્ય સરકારે સહાય પેકેજનો લાભ લેવા પેકેજ જાહેર કર્યા છે. જેને લઇને કૃષિ વિભાગની યાદીમાં જણાવ્યું છે કે અરજીની સાથે ખેડૂતોએ આધારકાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7/12, 8/A, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્કની પાસબુકના પ્રથમ પાનાની આઇએફએસસી કોડ સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળુ ન વાંધા અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાત નામું જોડવાનું રહશે.
આ ઉપરાંત એક ખાતા દીઠ એક જ અરજી કરવાની છે. વધુ માહિતી માટે તાલુકા વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.