સુરત: જિલ્લામાં એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં માથાભારે તરીકે કુખ્યાત અને એક સમયે બુટલેગર મનીષ રૈયાણીના સાગરિત રહેલા ઋષિ પંડિતને કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. હત્યામાં શામેલ એક આરોપી હર્ષિલ ઉર્ફે ટકાને ઋષિએ છરી મારતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
માથાભારે શખ્સની હત્યા: પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે રવિ નગરમાં રહેતાં અને બુટલેગિંગ તથા મારામારીના ગુનામાં કુખ્યાત ઋષિ ઉર્ફે પંડિત ગુલાબસિંહ પાંડે મુરઘાં કેન્દ્ર શાકમાર્કેટ પાસે તેની મોપેડ પર ઉભો હતો. તે વખતે તેની ઉપર હુમલો થયો હતો. હત્યારાએ ગળા તથા શરીરના અન્ય ભાગો પર છરીના ઘા ઝીંકી દીધા હોવાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ ઇન્સપેક્ટર એમ.બી. ઔસુરા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં હુમલો કરનાર આરોપી હર્ષિત ઉર્ફે ટકો કનાડીયાને પણ હાથમાં ઈજા થતાં પી.પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયાની માહિતીને પગલે એક ટીમ ત્યાંથી રવાના કરી હતી અને આરોપીને નજર કેદમાં રાખ્યો હતો.
અદાવતમાં હત્યા થઇ હોવાનું ખુલ્યું: પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મરનાર ઋષિ પંડિતે 13મી ઓક્ટોબરની રાત્રે 8 વાગ્યે વરાછા બોમ્બે કોલોનીમાં કાપોદ્રા પોલીસ મથકના હોમગાર્ડ અંકુરસિંહ રાજપૂતને જાંઘના ભાગે છરી મારી હતી. તેને લઈને થયેલી અદાવતમાં તેના મિત્ર હર્ષિતે હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ઘટના સ્થળેથી મૃતકના મિત્ર એવા હોમગાર્ડના મામા પંકજ પણ મળી આવતાં પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા. પંડિતની હત્યા સમયે ત્યાં હાજર તેના મિત્રની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. કહેવાય છે કે, હુમલાખોર જાતે પણ જ્યારે ઈજાગ્રસ્ત થયો. ત્યારે તેણે ગંભીર હાલતમાં જાતે જ પોલીસ કંટ્રોલરૂમને ફોન કરીને આ ઘટના અંગે જાણકારી આપી હતી.
આ પણ વાંચો: