ETV Bharat / state

ડાંગ જિલ્લાના ખેડૂત દ્વારા ખેતી ક્ષેત્રે નવું શાહસ, મત્સ્ય ઉદ્યોગ શરૂ કરી આત્મ નિર્ભર બન્યાં - Farm pond

ડાંગ જિલ્લાનાં ખેડૂતો મત્સ્ય ઉદ્યોગ શરૂ કરીને આત્મનિર્ભર બન્યાં છે. નરેગા યોજના દ્વારા મળેલી ખેત તલાવડીમાં સ્વ ખર્ચે મત્સ્ય ઉદ્યોગ શરૂ કરી ખેતી ક્ષેત્રે નવું શાહસ ખેડી રહ્યાં છે .

ડાંગનાં સૂપદહાડ ગામનાં ખેડૂત સરકારી ખેત તલાવડીમાં મત્સ્ય ઉધોગ શરૂ કરી આત્મ નિર્ભર બન્યાં

author img

By

Published : Dec 11, 2020, 11:20 AM IST

  • ખેત તલાવડીમાં સ્વ ખર્ચે મત્સ્ય ઉદ્યોગ શરૂ કર્યો
  • પારંપરિક ખેતી સિવાય અન્ય ખેતી તરફ ડાંગનાં ખેડૂતો વળી રહ્યાં છે
  • મત્સ્ય ઉદ્યોગ થકી અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ ખેડૂત બન્યો

ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં 98% લોકો આદિવાસી વસ્તી ધરાવે છે. આ દરેક લોકો ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે. નાનાં પાયે ડાંગર, નાગલી, અડદની ખેતી કરી રહ્યા છે. પાણીની તંગીનાં કારણે ચોમાસું આધારિત ખેતી પર નિર્ભર રહી શિયાળા અને ઉનાળાની ઋતુમાં રોજીરોટી માટે અન્ય જિલ્લા કે, મહારાષ્ટ્રમાં પલાયન થવું પડે છે. ત્યારે ઘર આંગણે ખેતીમાં નવું સાહસ કરી અને ખેતીમાંથી આવક મેળવવા ડાંગનાં ખેડૂતો હવે પ્રયત્ન શીલ બન્યાં છે.

ડાંગ જિલ્લાનાં ખેડૂતો દ્વારા ખેતી ક્ષેત્રે નવું શાહસ

ચોમાસા બાદ શિયાળાની ઋતુમાં, ડાંગ જિલ્લામાં મહાબલેશ્વર કરતાં ઉચ્ચ કક્ષાની સ્ટ્રોબેરીની ખેતી થાય છે. આ ઉપરાંત કરેલા અને શાકભાજીની ખેતી પણ ખેડૂતો હવે કરવાં લાગ્યાં છે. સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ પુરી પાડવામાં આવી રહી છે. ખેડૂતોને સરકાર દ્વારા નરેગા યોજના અંતર્ગત ખેત તલાવડી કરવામાં આવી છે. જેનો લાભ લઇ સૂપદહાડ ગામનાં ભીવાભાઈ ગાવીત જેઓએ પ્રથમ વખત નવું શાહસ કરીને મત્સ્ય ઉદ્યોગ શરૂ કર્યો છે.

ડાંગનાં સૂપદહાડ ગામનાં ખેડૂત સરકારી ખેત તલાવડીમાં મત્સ્ય ઉધોગ શરૂ કરી આત્મ નિર્ભર બન્યાં

મત્સ્ય ઉદ્યોગ શરૂ કર્યો

સરકાર દ્વારા કરી આપેલા ખેત તલાવડીમાં સ્વખર્ચે મત્સ્ય ઉદ્યોગ શરૂ કરીને આ ખેડૂત આત્મનિર્ભર બન્યો છે. 1 લાખ 70 હજારના ખર્ચે ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લગાવીને ત્રણ જાતની માછલીનો ઉછેર કર્યો છે. જેમાં પંકજ 11 હજાર રવ અને કટલા માછલી 5 હજાર એમ કુલ 16 હજાર માછલીઓ તેમણે 1 હેક્ટર જેટલી જમીનમાં ખેત તલાવડી બનાવીને મત્સ્ય ઉદ્યોગ શરૂ કર્યો છે.

ખેતીની ઓછી જમીન હોવાનાં કારણે મત્સ્ય ઉદ્યોગ શરૂ કર્યો

દગુનિયાં ગ્રુપ ગામ પંચાયતના સરપંચ ભીવાભાઈ ગાવીત જોડે ઓછી જમીન હોવાના કારણે તેમને મત્સ્ય ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર કર્યો છે. મત્સ્ય ઉદ્યોગ દ્વારા તેમને આશરે 10 લાખ આવક પ્રાપ્ત થવાની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.