ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ સોમવારે આહવા પંથકના ગામડાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.જ્યારે સાપુતારા,સુબીર અને વઘઇ પંથકના ગામડાઓમાં વરસાદ વરસ્યો ન હતો.
![ડાંગ જિલ્લામાં હળવા વરસાદને પગલે ખેડૂતોએ મેળવી રાહત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:58:19:1594729699_gj-dang-04-rain-vis-gj10029_14072020175616_1407f_1594729576_210.jpeg)
મંગળવારે ડાંગ જિલ્લાના આહવા પંથક,સુબીર પંથક,વઘઇ પંથક,તેમજ શામગહાન પંથકના ગામડાઓમાં હળવો વરસાદ નોંધાતા ડાંગી ખેડૂતોએ થોડાક અંશે રાહત મેળવી હતી.રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ મંગળવારે માત્ર ઝરમરીયા વરસાદની સાથે ક્યારેક સ્વચ્છ વાતાવરણ તો ક્યારેક ધુમ્મસની સફેદ ચાદર છવાઈ જતા વાતાવરણ આહ્લાદક બની ગયુ હતુ.
જ્યારે સાપુતારાની તળેટીમાં આવેલ શામગહાન પંથકમાં વરસાદનું મધ્યમ કહી શકાય તેવું ઝાપટુ પડતા સર્વત્ર પાણી રેલાયુ હતુ. ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનાં 10 કલાક દરમ્યાન આહવા પંથકમાં 16 મિમી,વઘઇ પંથકમાં 15 મિમી, સુબીર પંથકમાં 08 મિમી જ્યારે સાપુતારા ખાતે 01 મિમી જેટલો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.