ડાંગઃ જિલ્લાનાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ બરડીપાડા ગ્રામ પંચાયતમાં આવેલા ધૂલદા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ રહેતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. આ અંગે ETV BHARATએ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
જે બાદ તંત્ર દ્વારા તાત્કાલિક બીજા જ દિવસે ધૂલદા ગામના કોઝવેનુ સમારકામ કરવામાં આવ્યું હતું. ધૂલદા ગામનો માર્ગ બરડીપાડા ગામથી મુખ્ય મથક આહવા તરફ જવા માટે જિલ્લા પંચાયત હસ્તકનો માર્ગ હતો. જ્યાં આ કોઝવે ઉપર મસમોટા ગાબડા પડી જવાથી અનેકવાર અકસ્માતનાં બનાવો બન્યા છે.
આ કોઝવે પર મોટા ગાબડા પડ્યા હોવાને કારણે અનેકવાર બાઇક ચાલકોની ગાડી લપસી ગઈ છે. ગત વર્ષે એક બાઇક તથા કાર અહીં તણાઈ ગઈ હતી. આ કોઝવે પર ઘણી વાર અકસ્માત થતા હોવા છતાં આ રસ્તાનું રિપેરકામ કરવામાં આવ્યું ન હતું.
લોકોની આ સમસ્યા બાબતે ETV BHARATએ એક અહેવાલ પ્રકાશિચ કર્યો હતો. જે બાદ તંત્ર દ્વારા લોકની આ સમસ્યાની ધ્યાને લઇ તાત્કાલિક બીજા જ દિવસે કોઝવેનુ સમારકામ કામ કર્યું હતું. કોઝવેના રસ્તા ઉપર પડી ગયેલા મસમોટા ગાબડાઓનું પૂરણ કરવામાં આવ્યું હતું. આ સમસ્યા હલ થતાં સ્થાનિકોએ ETV BHARATનો આભાર વ્યક્ત કર્યો હતો.
ETV BHARATનો 1ઓક્ટોબરના રોજનો અહેવાલ
ડાંગના ધૂલદા ગામના કોઝવેની હાલત બિસ્માર, સ્થાનિકો પરેશાન
ડાંગનાં બરડીપાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ધુલદા ગામનાં કોઝવે ઉપરથી પાણી પસાર થઇ રહ્યું હતું. તેમજ આ કોઝવેમાં મસમોટા ખાડા હોવાનાં કારણે વારંવાર અકસ્માતોનાં બનાવથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા.