ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરખલ ગામમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હોસ્ટેલ બાંધકામનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દૂર ગામથી ભણવા આવતાં બાળકો હોસ્ટેલમાં રહીને ભણી શકે તે માટે ગામના સરપંચ દ્વારા રાજ્યપાલને અરજી કરી હતી. રાજ્યપાલ દ્વારા અરજી મજૂર કરતાં બોરખલ ગામે હોસ્ટેલ ફળવામાં આવી હતી. હોસ્ટેલ મંજૂર થતા જિલ્લા શિક્ષણ વિભાગ જ્યારે હોસ્ટેલ બાંધકામ માટે ગામમાં ગયા ત્યારે ગામના અમુક લોકોએ આ બાબતે વિરોધ કર્યો હતો. તેઓએ હોસ્ટેલની જમીન પર પહેલાંથી જ ખેતીમાટે કબ્જો જમાવ્યો હતો. આ બાબતની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને પડતાં તેઓએ તરત ડાંગ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. રજૂઆત કાને પડતાં જિલ્લા કલેક્ટર દ્વારા તરત એકશન લેવામાં આવ્યા હતા. પોલીસ પ્રોટેક્શન સાથે જિલ્લા શિક્ષણ અધિકારી તથા શાળાના આચાર્યએ હોસ્ટેલ બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બોરખલ ગામની શાળાના ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્ય રોહન ટન્ડૅલ જણાવે છે કે વર્ષ 2012-13માં રાજ્યલાલ દ્વારા બોરખલ ગામની મુલાકાત લીધી હતી. ત્યારે ગામના સરપંચ દ્વારા દુરગામથી ભણવા આવતાં બાળકો માટે હોસ્ટેલની માંગણી કરી હતી. આ માંગણી મંજુર થતાં ગામના અમુક લોકોના વિરોધ બાદ પણ શિક્ષણ વિભાગે હોસ્ટેલ બાંધકામની શરૂઆત કરી. તેઓ ઈચ્છે છે કે ડાંગ જિલ્લાના બાળકો આગળ વધે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે.