ETV Bharat / state

ડાંગમા લોકડાઉનના બીજા તબક્કા દરમિયાન અંતરિયાળ માર્ગો ઉપર આવન જાવન બંધ - Dang news

કોરોના વાઈરસની મહામારીનાં પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા લોકડાઉનનાં બીજા તબક્કાનાં પ્રથમ દિવસે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર સહિત પોલીસની ટીમોએ એલર્ટ બની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા લોકડાઉનને સફળ પ્રતિસાદ મળ્યો હતો.ડાંગી જનજીવનનાં જાગૃતિનાં પગલે આજ દીન સુધી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી.

Dang news
Dang news
author img

By

Published : Apr 15, 2020, 8:53 PM IST

ડાંગઃ કોરોના વાઈરસની મહામારીનાં પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા લોકડાઉનનાં બીજા તબક્કાનાં પ્રથમ દિવસે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર સહિત પોલીસની ટીમોએ એલર્ટ બની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા લોકડાઉનને સફળ પ્રતિસાદ મળ્યો હતો.ડાંગી જનજીવનનાં જાગૃતિનાં પગલે આજ દીન સુધી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી.

dang
ડાંગમા લોકડાઉનના બીજા તબક્કા દરમ્યાન અંતરિયાળ માર્ગો ઉપર આવન જાવન બંધ

કોરોનાના વધતા સંક્રમણને લઈ પીએમ મોદી દ્વારા લોકડાઉનનો સમય વધારવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લા કલેકટર એન.કે.ડામોર અને એસ.પી.સ્વેતા શ્રીમાળીએ લોકડાઉનનાં બીજા તબક્કાનાં 19 દિવસ સુધી લોકો લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરે તે માટે કમર કસી અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમે બુધવારે પ્રથમ દિવસથી જ સરકારની ગાઈડલાઈન મૂજબ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવાની શરૂઆત કરી દીધી છે.

આ સાથે ડાંગ જિલ્લાનાં ગામડાઓની સરહદોને સીલ મારી મહારાષ્ટ્ર તરફથી આવતા લોકો આવન જાવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. બીજા તબક્કાનાં લોકડાઉન અંતર્ગત ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પોલીસની ટીમોએ સવારથી જ સતર્ક બની પેટ્રોલીંગ હાથ ધર્યુ છે. આ સાથે ડાંગ પોલીસની ટીમોએ ગામડાઓમાં લોકોને માસ્ક ફરજીયાત પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટનસ રાખવા અનુરોધ કર્યો હતો. આરોગ્યની ટીમો પણ ચેકપોસ્ટ સહિત ગામડાઓમાં ફરી લોકોમાં જાગૃતિનો પ્રયાસ કરી રહી છે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા 21 દિવસીય લોકડાઉનને ડાંગી જનજીવને ચુસ્તપણે પાલન કરતા જિલ્લામાં બુધવાર સુધી કોરોનાનો એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.