ETV Bharat / state

આહવા ખાતે આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા કીટ વિતરણ કરાયું

author img

By

Published : Jul 4, 2020, 7:46 PM IST

ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્ય કરણ યોજના દ્વારા આદિજાતિ પ્રધાન ગણપતભાઈ વસાવાના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આહવા ખાતે આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા કીટ વિતરણ કરાયું
આહવા ખાતે આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા કીટ વિતરણ કરાયું

ડાંગ: જિલ્લામાં આહવા ખાતે આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા જંગલ મંડળીઓ તથા ડાંગ જિલ્લા આદિવાસીઓને શાકભાજી બિયારણ તથા ખાતરનું વિતરણ કરતા વન અને આદિજાતિ પ્રધાન ગણપતભાઇ વસાવાના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સાપુતારા 4 જુલાઈના રોજ ડાંગ જિલ્લા જંગલ સહકારી સંઘ સાપુતારા નાકા આહવા ખાતેથી વન અને આદિજાતિ પ્રધાન ગણપતભાઇ વસાવાએ ડાંગ જિલ્લાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માત્ર ડાંગ જિલ્લો કોરોના મુક્ત છે.

તે માટે જિલ્લા વહીવટી તંત્રને ખૂબજ અભિનંદન આપીને વખાણ કરતાં જણાવ્યુ હતું કે, શનિવારના રોજ આહવા ખાતેથી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દરેક ખેડૂતને 500 રૂપિયા લોક ફાળો આપીને ફોર્મ ભરવાથી 7000 રૂપિયાના ભાવની કીટનું સરકાર દ્વારા ૩ હજાર કરોડ રૂપિયાનું ડાંગ જિલ્લામાં વિતરણ કરવામાં આવશે.

જે કીટ સરકાર દ્વારા આપવામાં આવી છે તે ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે ખૂબજ ફાયદા કારક છે. ડાંગના પ્રધાને જણાવ્યું હતું કે. ડાંગ જિલ્લા માટે સરકારે લોકડાઉન દરમિયાન 4 હજાર કરોડ રૂપિયાનું અનાજ વિતરણ કર્યું હતુ. તેમજ દરેક ગરીબોના ખાતામાં એક હજાર રૂપિયા જમાં કરાવ્યાં હતા.

ગુજરાત સરકારે આદિવાસી ખેડૂત માટે ગણપત વસાવા દ્વારા 75 હજાર ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે બિયારણ આપવાનું નકકી કર્યું હતું. ડાંગના વિકાસ માટે આદિવાસીઓને જંગલની જમીન આપી તેમના વિકાસ માટે સરકારે ખુબજ ચિંતા કરી છે.

પ્રાયોજના અધિકારી કે. બી. ભગોરાએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના 500 રૂપિયા લોક ફાળો આપી તેમજ ફોર્મ ભરવાથી બિયારણ તેમજ ખાતર આપવામાં આવશે. ડાંગ જિલ્લામાં આ યોજના અંતર્ગત હાલમાં કુલ 2900 લાભાર્થીઓને કીટ આપવામાં આવશેે. હાલમાં 10 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે જિલ્લા કલેકટર એન.કે. ડામોર, જિલ્લા વિકાસઅધિકારી એચ. કે. વઢવાણીયા, પ્રાંતઅધિકારી કાજલ ગામીત, ઉત્તર ડાંગ વન સરક્ષકશ અગ્નિશ્વર વ્યાસ, દક્ષિણ ડાંગ વન સંરક્ષક દિનેશરબારી, જી. એસ.એફ.સી વલસાડના કર્મચારીઓ, જિલ્લા પ્રમુખ બીબીબેન ચૌધરી ,બાબુરાવ ચોર્યા, ભૂતપુર્વ ધારાસભ્ય વિજયભાઇ પટેલ, સુરત ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, અન્ય પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.