- ડાંગના આહવા જિલ્લા પંચાયતમાં બજેટ રજૂ કરવામાં આવ્યું
- 4 સબવાહીનીની ગ્રાન્ટ પાછી જતા કરવામાં આવ્યો વિરોધ
- પ્રમુખની ગેરહાજરીમાં રજૂ કરવામાં આવ્યું બજેટ
ડાંગ: આહવા ખાતે જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં વર્ષ 2021-22નું રૂપિયા 368 કરોડ 29 લાખ 98 હજાર 991નું વિકાસલક્ષી અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષના બજેટમાં આરોગ્ય વિભાગની 4 સબવાહીનીની ગ્રાન્ટ પરત જતા જિલ્લા આરોગ્ય અધિકારી સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
સામાન્ય સભામા બજેટ રજૂ કરાયું
આહવા પંચાયતની મળેલી સામન્ય સભામાં વર્ષ 2021-22નું 368,29,98991 (368 કરોડ 29 લાખ 98 હજાર)નું વિકાસલક્ષી અંદાજ પત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. સામન્ય સભામાં ગત બજેટમાં મંજૂર 4 સબવાહીનીની ગ્રાન્ટ પરત જતા આરોગ્ય અધિકારી સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મહેસાણા જિલ્લા પંચાયત ખાતે બજેટ અને સમિતિ સભ્યો માટે બેઠક યોજાઈ
જિલ્લાનું સ્વંભાંડોળ રૂપિયા 21,20,72,591
જિલ્લા પંચાયત આહવાના પ્રમુખ મંગળ ગાવીત કોરોના સંક્રમિત છે, તેના કારણે તેમની ગેરહાજરીમાં ઉપપ્રમુખ નિર્મળાબેન જગ્યાભાઈ ગામીતનાંના અધ્યક્ષ સ્થાને સામન્ય સભા મળી હતી, જેમાં 2021-22નું રૂપિયા 368,29,98991નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ, ખેતી અને પશુપાલન, આરોગ્ય તેમજ બાંધકામના વિકાસલક્ષી કામો આવરી લેવામાં આવ્યા છે. 90 % ડુંગરાળ અને વનાચ્છાદી પ્રદેશ એવા ડાંગ જિલ્લાને કરવેરા કે ખનીજ ઉત્પાદનની કોઈ આવક નથી છતાં જિલ્લાનું સ્વંભાંડોળ રૂપિયા 21,20,72,591 છે. જ્યારે સરકારી આવક રૂપિયા 327,72,60,400 મળી 368,29,98991 રૂપિયાનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. સામાન્ય સભામાં ગત બજેટમાં મંજુર કરવામાં આવેલી 3 તાલુકા માટેની 4 સબવાહીનીની ગ્રાન્ટ પરત જતા પંચાયતના સભ્ય હરીશ બચ્છાવે આરોગ્ય અધિકારી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો : ભરૂચ નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી
જિલ્લા પ્રમુખ કોરોનાં ગ્રસ્ત બનતાં સમિતિ રચના મુલતવી
સામન્ય સભાનાં એજન્ડા મુજબ સમિતિની રચના કરવાની હતી જે પ્રમુખની ગેરહાજરીને કારણે મુલતવી રાખી હતી. આગામી દિવસોમાં ખાસ સભા બોલાવી સમિતિ રચવામાં આવશે. જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોનાં ગ્રસ્ત બનતાં સમિતિની રચના મુલતવી રાખવામાં આવી છે.