ETV Bharat / state

ડાંગના વઘઈ-સાપુતારા ધોરીમાર્ગ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ

ડાંગઃ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન વઘઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ તથા વઘઈ-આહવા-સાપુતારા રોડ ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ઘણો ધસારો રહે છે.

dang
author img

By

Published : Jul 12, 2019, 6:15 PM IST

પ્રવાસીઓ તેમજ અન્ય વાહનચાલકો પોતાના વાહનો રસ્તાની બાજુમાં પાર્ક કરી મોબાઈલમાં સેલ્ફી લેતા હોય છે અને તેના લીધે માર્ગમાં ટ્રાફિક અડચણ પણ ઉપસ્થિત થાય છે. જેથી અકસ્માત થવાની ધણી સંભાવનાઓ રહે છે. તેથી સેલ્ફી પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન વઘઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ તથા વઘઈ-આહવા-સાપુતારા રોડ ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ઘણો ધસારો રહેતો હોય છે. આ સદર માર્ગ ઉપર મોબાઈલમાં સેલ્ફી લેવાના ક્રેઝમાં ખુબ જ વધારો થયો છે. તેઓના વાહનો પાર્ક થવાના કારણે માર્ગ અકસ્માત થવાની ઘણી સંભાવના રહે છે. તેમજ માર્ગમાં ટ્રાફિક અડચણ ઉભી થાય છે. જેથી ઉપરોક્ત માર્ગો ઉપર વાહન પાર્ક કરવા તથા સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ આવશ્યક હોવાથી હુકમનો ભંગ કરનાર સામે ક્રિમીનલ પ્રોસીજર કોડ-1973ની કલમ-144 મુજબ કાર્યવાહી કરાશે.

આ પરિપત્રમાં ડાંગ-આહવાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જણાવ્યું કે, “હું શ્રી ટી.કે.ડામોર, મને મળેલ સત્તાની રૂએ ડાંગ જિલ્લામાં વઘઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ તથા વઘઈ-આહવા-સાપુતારા રોડ ઉપર વાહનો પાર્ક કરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી લેવા પ્રતિબંધ ફરમાવું છું. આ હુકમનો ભંગ/ઉલ્લંધન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ડાંગ જિલ્લાના સાપુતારા ગિરીનગર નોટીફાઈડ એરિયા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમ તા.09/07/2019 થી 2 મહિના સુધી અમલમાં રહેશે.”

Intro:ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન વધઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ તથા વધઈ-આહવા-સાપુતારા રોડ ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ધણો ધસારો રહેતો હોવાથી સદર માર્ગ ઉપર પ્રવાસીઓ તેમજ અન્ય વાહન ચાલકો રસ્તાની બાજુમાં તેઓના વાહનો પાર્ક કરી મોબાઈલમાં સેલ્ફી લેવાના ક્રેઝમાં વધારો થયો હોઇ તેઓના વાહનો રસ્તાની બાજુમાં પાર્ક થવાથી માર્ગ અકસ્માત થવાની ધણી સંભાવનાઓ રહેલ છે. તેમજ માર્ગમાં ટ્રાફિક અડચણ પણ ઉપસ્થિત થાય છે. જેથી ઉપરોક્ત માર્ગો ઉપર રસ્તાની બાજુમાં વાહન પાર્ક કરવા તથા સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ આવશ્યક હોઇ હુકમનો ભંગ કરનાર સામે ક્રિમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ કાર્યવાહી કરાશે.Body:
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,ડાંગ-આહવા હું શ્રી ટી.કે.ડામોર, મને મળેલ સત્તાની રૂએ ડાંગ જિલ્લામાં વધઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ તથા વધઈ-આહવા-સાપુતારા રોડ ઉપર વાહનો પાર્ક કરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી લેવા પ્રતિબંધ ફરમાવું છું. આ હુકમનો ભંગ/ઉલ્લંધન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. ડાંગ જિલ્લાના સાપુતારા ગિરીનગર નોટીફાઈડ એરિયા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમ તા.૦૯/૦૭/૨૦૧૯ થી બે મહિના સુધી અમલમાં રહેશે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.